બનાસકાંઠાના એક ગામમાં પરિણીત બહેનને સગા ભાઇએ બીજે લગ્ન કરવાનું નક્કી કર્યું : યુવતીને જાણ થતાં 181 અભયમની મદદ માંગી

- Advertisement -
Share

સગાભાઇની કરતૂતની યુવતીને જાણ થઇ જતાં તે ઘટનાસ્થળેથી નાસી છૂટી હતી : 181 ની ટીમના કાઉન્સિલરોએ યુવતીને પાલનપુર પોલીસ મથકે લાવી

બનાસકાંઠા જીલ્લાની યુવતી પોતાના પતિ અને 2 સંતાન સાથે ભાગથી ખેતી કરી રહેતી હતી અને પોતાનું જીવન ગુજારતી હતી.

જોકે, તેના ઘરે તેનો સગો ભાઇ આવ્યો હતો અને પોતાની બહેનને મોબાઇલ અને કપડા અપાવવાનું કહી તેના ઘરેથી લઇ જઇ બનાસકાંઠા જીલ્લાના એક ગામમાં લઇ આવ્યો હતો.

અને યુવતીના ભાઇએ એક શખ્સ સાથે રૂ. 2,50,000 માં યુવતીના લગ્ન કરવાનું નક્કી કરાવી દીધું હતું. જેની જાણ યુવતીને થઇ જતાં તેને 181 અભયમ હેલ્પલાઇનની મદદ લીધી હતી.

 

સગાભાઇની કરતૂતની યુવતીને જાણ થઇ જતાં તે ઘટનાસ્થળેથી નાસી છૂટી હતી અને બાજુના ગામમાં જતી રહી હતી. ગામમાં એક વ્યકિતને જાણ કરતાં 181 અભયમની મદદ લીધી હતી.
181 ની ટીમના કાઉન્સિલરોએ યુવતીને પાલનપુર પોલીસ મથકે લાવી હતી અને તેના પતિને સોંપી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!