થરાદના નાગલા ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલમાંથી યુવકની લાશ મળતાં ચકચાર

Share

થરાદ તાલુકાના નાગલા ગામ નજીક શનિવારે નર્મદાની મુખ્ય કેનાલમાં યુવકની લાશ મળતાં ચકચાર મચી ગઇ છે. જેમાં સ્થાનિક તરવૈયાઓએ થરાદ નગરપાલિકાના ફાયર-ફાઇટરની મદદથી લાશને બહાર કાઢી હતી. આ ઘટનાની જાણ થરાદ પોલીસને કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે. જ્યારે મૃતકની લાશને પી.એમ. અર્થે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ અંગે થરાદ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

[google_ad

 

આ અંગેની વિગત એવી છે કે, થરાદ તાલુકાના નાગલા ગામમાં રહેતાં અશોકભાઇ પરમાર (ઉં.વ.આ. ૨૪) નર્મદાની મુખ્ય કેનાલમાંથી શનિવારે લાશ મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જેમાં સ્થાનિક તરવૈયાઓએ થરાદ નગરપાલિકાના ફાયર-ફાઇટરની મદદથી લાશને બહાર કાઢી હતી.

[google_ad]

આ બનાવની જાણ થરાદ પોલીસને કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ શરૂ કરી છે. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે મૃતકની લાશને પી.એમ. અર્થે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

[google_ad]

 

જ્યારે યુવકની હત્યા કરાઇ છે કે પોતે આત્મહત્યા કરી છે તેને લઇ અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. આ અંગે થરાદ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From –Banaskantha Update


Share