ડીસામાં દશેરા નિમિત્તે જાગીદાર ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

- Advertisement -
Share

ક્ષત્રિય યુવતીએ બંને હાથે તલવારબાજી ક્ષત્રિય સમાજના શોર્યની પ્રતિતી કરાવી હતી

 

ડીસામાં બુધવારે દશેરા નિમિત્તે જાગીદાર ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું હતું. ક્ષત્રિય યુવતીએ 2 હાથે તલવારબાજી કરી આજના યુગમાં મહીલાઓને જાતે જ સશકત અને લડાયક બનવા માટે સલાહ આપી હતી.

નવરાત્રીના દસમા દિવસે વિજયાદશમીનો તહેવાર ઉજવાય છે. હીન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે. આ તહેવાર સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી છે. જે અનિષ્ટ પર સારાની જીતનું પ્રતિક છે.
આ દિવસે સત્યની જીતે રાવણનો વધ કર્યો હતો. એવું પણ માનવામાં આવે છે કે, દેવી દુર્ગાએ મહીષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો.
તે દેશભરમાં અલગ-અલગ નામોથી અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. જ્યારે ઉત્તર ભારતમાં તેને શસ્ત્ર પૂજન તરીકે ઓળખવામાં આવે છે.
દશેરાના દિવસે શસ્ત્રોની પૂજા કરવાની પરંપરા સદીઓ જૂની છે અને રજવાડાઓમાં શસ્ત્ર પૂજનની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરાઇ હતી.

હવે રજવાડા નથી રહ્યા પણ પરંપરાઓ શાશ્વત છે. જે અંતર્ગત બુધવારે ડીસામાં ત્રણ હનુમાન મંદિરમાં જાગીરદાર ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
અને ક્ષત્રિય સમાજના તમામ લોકો તેમના શસ્ત્રો એકત્ર કરી આ શસ્ત્રો પર કુમકુમ અને ફૂલ અર્પણ કરી પૂજા કરી હતી.

 

આ કાર્યક્રમમાં ચેતનાબા સોઢા નામની ક્ષત્રિય યુવતીએ બંને હાથે તલવારબાજી ક્ષત્રિય સમાજના શોર્યની પ્રતિતી કરાવી હતી.
આ પ્રસંગે સંત શિરોમણી દોલતરામ બાપુ, ગુજરાત પ્રદેશ જાગીરદાર ક્ષત્રિય મંચના અધ્યક્ષ બહાદુરસિંહ વાઘેલા અને કિશોરભાઇ દવે સહીત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!