પાલનપુરના જગાણા નજીક કાર 100 ફૂટ ફંગોળાતા અકસ્માત, એર બેગ ખુલી જતા પરિવારનો આબદ બચાવ

- Advertisement -
Share

પાલનપુર અમદાવાદ હાઈવે પર જગાણા નજીક ગુરુવારે રાત્રે ઓવરટેક કરવા જતા એક કાર હાઇવેથી ઉતરી 100 ફૂટ નીચે ફંગોળાઈ હતી. અકસ્માતમાં નડિયાદના પરિવારના ચારે સભ્યોએ સીટ બેલ્ટ બાંધ્યો હોઇ તેમજ એર બેગ ખુલી જતા આબાદ બચાવ થયો હતો. એક મહિલાને ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં નડિયાદના આઈસાબેન મહંમદસાજીદ શેખ (ઉ.વ.41) ઇજાઓ થવા પામી હતી. જેમને પાલનપુર 108ના પાયલટ કિરણભાઈ પરમાર અને ઇએમટી પ્રકાશભાઈ તલાટીએ સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યારે તેમના પતિ અને 2 સંતાનોને સામાન્ય ઇજા થઈ હતી. નડિયાદ રહેતા આઈસાબેન તેમના પતિ અને એક દીકરી-દિકરા સાથે માઉન્ટ આબુ ફરવા જતા હતા. ત્યારે જગાણા નજીક ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પાછળ બેઠેલા સહિત તમામે સીટ બેલ્ટ બાંધ્યો હોવાથી તેમજ કારની એર બેગ પણ ખુલી જતા તેમનો આબાદ બચાવ થયો હતો.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!