વિધાનસભાની ચૂંટણીને લઇ બનાસકાંઠા પોલીસ એક્શનમાં : 30 માર્ગો પર ચેકપોસ્ટ ઉભી કરીને સઘન ચેકીંગ હાથ ધરાયું

- Advertisement -
Share

આઇ.ટી.બી.પી.ના જવાનો પણ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગમાં જોડાયા

 

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ બનાસકાંઠા પોલીસ એલર્ટ બની છે. બનાસકાંઠા પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરાયું છે અને રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતાં તમામ વાહનોનું બારીકાઇથી ચેકીંગ કરી ગુજરાતમાં પ્રવેશ અપાઇ રહ્યો છે.

 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને બનાસકાંઠા પોલીસ એલર્ટ મોડમાં આવી છે. રાજસ્થાન તરફથી કોઇપણ પ્રકારના કેફી દ્રવ્યો, દારૂ કે પછી અન્ય કોઇ પદાર્થ ગુજરાતમાં ઘૂસાડવામાં ન આવે તે માટે
બનાસકાંઠા પોલીસે રાજસ્થાનને જોડતાં જીલ્લાના 7 મુખ્ય માર્ગો અને અન્ય 23 નાના માર્ગો સહીત 30 માર્ગો ઉપર ચેકપોસ્ટ ઉભી કરીને રાજસ્થાન તરફથી આવતાં તમામ વાહનોનું ચેકીંગ કરાઇ રહ્યું છે.
જોકે, બનાસકાંઠા એસ.પી. અક્ષયરાજ મકવાણા દ્વારા રાજસ્થાન-ગુજરાતને જોડતી અમીરગઢ ગુન્દ્રી થરાદ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરવાની સુચના અપાઇ છે.
જોકે, શુક્રવારે ખુદ એસ.પી. એ અમીરગઢ બોર્ડર પર હાજર રહી રાજસ્થાન તરફથી આવતાં વાહનોનું બારીકાઇથી ચેકીંગ હાથ ધર્યું હતું.

બનાસકાંઠા પોલીસ સહીત આઇ.ટી.બી.પી.ના જવાનો પણ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગમાં જોડાયા હતા. ત્યારે રાજસ્થાનથી આવતાં વાહનોના ચાલકોનું બ્રેથ એનેલાઇઝર મશીનથી તેવો દારૂ પીધેલી હાલતમાં છે કે, નહીં તેની તપાસ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘ચૂંટણી સમયે રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ ઠલવાતો હોય છે. ત્યારે આ વખતે કોઇ બુટલેગરો સક્રીય થઇ ગુજરાતમાં દારૂ ન ઘૂસાડે તે માટે જીલ્લા પોલીસ તમામ બોર્ડરો ઉપર સઘન ચેકીંગ હાથ ધરી રહી છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!