ડીસાના ડાવસમાં તલાટી ઉપર જમીન બાબતે અદાવત રાખી જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

હુમલો કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી

 

ડીસા તાલુકાના ડાવસ ગામના તલાટી કમ મંત્રીને ગાડીથી ટક્કર મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ છે.

જમીન બાબતે અદાવત રાખી તલાટી પર જીવલેણ હુમલો કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના મોરથલ ગોળીયામાં રહેતાં જીતેન્દ્રભાઇ સાંખલા ડાવસ ગામમાં તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરે છે.
તેમના પરિવારને જમીન ખેડવા બાબતે અગાઉ ભડથ ગામના ઠાકોર પરિવાર સાથે બોલાચાલી થઇ હતી. જે બાબતે અદાવત રાખી તેમના પરિવારને કેટલાંક ઠાકોર સમાજના લોકો હેરાન કરતા હતા.
તે તલાટી જીતેન્દ્રભાઇ મોરથલ ગોળીયાથી ડાવસ ગામ તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન સોમભા ઠાકોરે ગાડીથી ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો.
તે સમયે તલાટી બાઇક લઇને પડી ગયા હતા. ત્યારબાદ ગાડીમાંથી ઉતરીને સોમભાએ તલાટી પર ટોમી વડે જીવલેણ હુમલો કર્યો હતો અને આ રસ્તા પરથી ચાલીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે તલાટી કમ મંત્રીએ ડીસા તાલુકા પોલીસ મથકે હુમલો કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!