પાલનપુરમાં ગંદકીને લઇ અનોખો વિરોધ : વિપક્ષ દ્વારા પ્રમુખને અત્તર ભેંટ અપાયું

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકામાં કોન્ફરન્સ હોલ ખાતે શુક્રવારે સાધારણ સભા મળી હતી જેમાં શાસક તેમજ વિરોધ પક્ષના સભ્યો હાજર રહ્યાં હતા. ચીફ ઓફીસરની ઉપસ્થિતિમાં મળેલી આ સભામાં વિરોધ પક્ષ દ્વારા એજન્ડાનાં વિવિધ મુદ્દાઓને લઈ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

[google_ad]

જેને લઇ સભા ખંડમાં હોબાળાના દ્રશ્યો સર્જાયાં હતાં. બીજી તરફ સભા શરૂ થાય તે પહેલા જ વિરોધ પક્ષના નેતા અંકિતાબેન ઠાકોરએ શહેર ગંદકી અને અને ગટરો નગરી બની ગઈ હોવાના આક્ષેપો સાથે પાલિકા પ્રમુખને અત્તર તેમજ સ્પ્રે આપી શહેરને અત્તરોની નગરી જેવી બનાવવા વિરોધ દર્શાવ્યો હતો.

[google_ad]

 

વિપક્ષ નેતા અંકિતાબેન ઠાકોર જણાવ્યું હતું કે, નગરપાલિકા બને લગભગ ચારથી પાંચ મહિના થઇ ચુક્યા છે પરંતુ વિકાસના નામે હજુ મીંડું છે, એટલે અમે પ્રમુખને અત્તરની ભેટ આપી છે. પાલનપુર નગરી એટલે અત્તરોની નગરી કહેવાતી હતી પરંતુ અત્યારે ગટરોની થઈ ગઈ છે એટલે બંનને પાંચ મહિના પ્રમુખ થઈ ગયા છે એટલે ભાન કરાવ્યું કે બેન તમે ચેમ્બરમાંથી અને ફાઇલોમાંથી બહાર આવો અને પાલનપુરના વિકાસના કામોમાં ધ્યાન આપો.

[google_ad]

પાલનપુર નગરપાલિકાએ એજન્ડામાં કર્મચારીઓના ગ્રેજ્યુટી ચૂકવવી ન પડે તે માટે હાઇકોર્ટમાં પડકારવા ભાજપના સભ્યોએ લેબરકોર્ટનો દાવા સામે હાઇકોર્ટમાં જવા ખર્ચ મંજુર કરવા બહાલી આપી હતી જેનો વિપક્ષે વિરોધ નોંધાવી ફરજમુક્ત કર્મચારીઓને ગ્રેજ્યુટી ચૂકવવા સાથ આપ્યો હતો.

[google_ad]

પાલનપુરની સાધારણ સભામાં કામ નં 9 “નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વોર્ડમાં વિકાસના કામો નક્કી કરવા સમયે સંબંધિત બોર્ડની વેરાની રિકવરી ધ્યાને રાખવા બાબત” મુદ્દો એજન્ડામાં લીધો હતો. જોકે આ મુદ્દો સભામાં ચર્ચા પહેલા જ તેને સ્થગિત કરી દેવાયો હતો.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!