ડીસા-ભીલડી હાઇવે પર શિક્ષકની ગાડીને ટ્રેલરે ટક્કર મારતાં 20 ફૂટ જેટલી ઘસડાઇ : શિક્ષક પરિવારનો આબાદ બચાવ

- Advertisement -
Share

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા

 

ડીસા-ભીલડી નેશનલ હાઇવે પર એક શિક્ષક ભીલડીથી તેના પરિવાર સાથે કારમાં ડીસા આવી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રેલર ચાલકે કારને પાછળથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર 20 ફૂટ જેટલી ઘસડાઇ હતી. પરંતુ સદનસીબે શિક્ષક પરિવારજનોનો આબાદ બચાવ થયો હતો.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતની ઘટના એક પછી એક સામે આવી રહી છે. ત્યારે સોમવારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી.
ત્યારે એક શિક્ષક સોમવારે પોતાના પરિવાર સાથે કારમાં ભીલડીથી ડીસા આવી રહ્યો હતો. તે દરમિયાન ભીલડી રેલ્વે બ્રિજ પર એક પાછળથી આવી રહેલા ટ્રેલર ચાલકે શિક્ષકની કારને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી.
જેમાં કાર પલ્ટી ખાઇ ગઇ હતી અને અકસ્માતમાં કાર 20 ફૂટ જેટલી ઘસડાઇ હતી. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
જયારે તાત્કાલીક કારમાં સવાર તમામ લોકોને બહાર નીકાળવામાં આવ્યા હતા. જોકે, સદનસીબે શિક્ષક પરિવારનો આબાદ બચાવ થયો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!