દોઢ વર્ષ અગાઉ ભ્રષ્ટાચાર મુદ્દે સરપંચને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો વિકાસ કમિશ્નરે મનાઇ હુકમ ઉઠાવી ડી.ડી.ઓ નો હુકમ માન્ય રાખ્યો
ધાનેરા તાલુકાના ધાખા ગામના સરપંચ સામે ભ્રષ્ટાચારના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી અને તે બાબતે તપાસ થતાં જીલ્લા વિકાસ અધિકારી દ્વારા ધાખા સરપંચને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો અને તે હુકમ સામે મનાઇ હુકમ લાવતા અંતે વિકાસ કમિશ્નરે સસ્પેન્ડના હુકમને માન્ય રાખતા સસ્પેન્ડ થયા હતા.
ધાખા સરપંચ સેંધાભાઇ પટેલ સામે ભ્રષ્ટાચારની રજૂઆતો થતાં તે બાબતે જેતે સમયે તપાસ હાથ ધરવામાં આવી હતી અને તે તપાસમાં સરપંચ પર લગાવેલ આક્ષેપો સાચા હોવાથી જીલ્લા વિકાસ અધિકારીએ તા. 5-12-2019એ ધાખાના સરપંચના હોદ્દા ઉપરથી દુર કરવાનો હુકમ કરતાં સેંધાભાઇ પટેલે અધિક વિકાસ કમિશ્નર ગુજરાત રાજ્યમાં તા 9-12-2019 ના રોજ મનાઇ હુકમ માટે અપીલ કરતાં ડી.ડી.ઓ ના હુકમ સામે વચગાળાનો મનાઇ હુકમ આપવામાં આવ્યો હતો.

જેથી સરપંચને જીવનદાન મળ્યુ હતુ પરંતુ આ અરજી બાબતે સુનવણીઓ રાખવામાં આવી હતી અને તે સુનવણીમાં જીલ્લા વિકાસ અધિકારીની દલીલો સાચી લાગતા જી.એસ. પરમાર અધિક વિકાસ કમિશ્નર ગુજરાત રાજ્ય તમામ વિગતો તપાસીને આ મનાઇ હુકમ ઉઠાવી લીધો હતો અને ડી.ડી.ઓ એ કરેલ હુકમને માન્ય રાખ્યો હતો જેથી આ મનાઇ હુકમ ઊઠાવી લેતા સરપંચના હોદ્દા ઉપરથી સેંધાભાઇ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
From – Banaskantha Update