થરાદમાં મોદીની સભામાં મંડપમાંથી બોલ્ટ નીકાળતા યુવકનો વીડિયો વાયરલ થતાં પોલીસે અટક કરી

- Advertisement -
Share

થરાદમાં ગત સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજાયેલી સભામાં મંડપના લોખંડના પાઇપની જોઇન્ટમાંથી એક યુવક બોલ્ટ ચાકી કાઢતાંનો વાયરલ થયેલા વિડિયો બાદએકશનમાં આવેલી એલસીબીએ ઈઢાટાના સેંધાજી રાજગોરને શોધી કાઢીને તેની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે. આ યુવકે પાઇપમાંથી નટ બોલ્ટ કેમ કાઢી, શું કોઈ કાવતરું કે પછી ઘરે બોલ્ટની જરૂરિયાત હતી ના તર્ક સર્જાયા છે.

 

થરાદના મલુપુર હેલીપેડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં એક યુવક મંડપના નટ બોલ્ટ કાઢીને ચોરી કરતાંનો વિડીયો વાયરલ થવા પામ્યો હતો. આ યુવકે પાઇપમાંથી નટ બોલ્ટ કેમ કાઢી, શું કોઈ કાવતરું કે પછી ઘરે બોલ્ટની જરૂરિયાત હતી ના તર્ક વચ્ચે આવું કૃત્ય ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જી શકે છે.

તેને લઈ પોલીસ એકશનમાં આવી ગઈ હતી. વિડીયો વાયરલ થયા પછી એલસીએ બુધવારે થરાદના ઇઢાટા ગામના સેંધાજી રાજગોરને શોધી કાઢ્યો હતો. આ અંગે પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે યુવકની પુછતાછ કરી તેનું નિવેદન લેવાની કાર્યવાહી કરવામાં આવી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!