ડીસાના માલગઢમાં મોટાભાઇએ મકાન ખાલી કરવાનું કહી નાનાભાઇ અને તેમની પત્ની ઉપર જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

 

ડીસા તાલુકાના માલગઢ ગામની કુડાવાળી ઢાંણીમાં મોટા ભાઇએ પોતાના નાના ભાઇને મકાન ખાલી કરવાનું કહી પતિ-પત્ની ઉપર જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઇ હતી.

 

 

આ અંગે પીડીત ભાઇના પત્નીએ ડીસા તાલુકા પોલીસ મથકે જેઠ સહીત 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના માલગઢ ગામની કુડાવાળી ઢાંણીમાં રહેતાં છાયાબેન ભરતજી માળી મજૂરી અને ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

 

જેઓ ગત તા. 17/03/2022 ના રોજ રાત્રિના સુમારે વાળુપાની કરી પરિવાર સાથે ઘરે બેઠા હતા. તે દરમિયાન બાજુમાં રહેતાં જેઠ છગનજી બાબુજી માળી તેમના ઘરે આવ્યા હતા.

 

છાયાબેનના પતિ અને તેમના ભાઇ ભરતભાઇને કહ્યું કે, તમે ઘર ખાલી કરીને અહીથી જતાં રહ્યો ત્યારે નાનાભાઇએ કહ્યું કે, આ ઘર તો મારા ભાગમાં આવેલ છે.

 

તેવું કહેતાં મોટાભાઇ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને જેમ તેમ અપશબ્દો બોલવા લાગ્યા હતા. જેથી નાનાભાઇએ અપશબ્દો બોલવાની ના પાડતાં તેઓના હાથમાં રહેલો ધોકો નાનાભાઇને પીઠમાં માર્યો હતો.

 

જેથી નાનાભાઇ અને તેમની પત્નીએ બૂમો પાડવા લાગતાં બાજુમાં રહેતાં તેમનો ભત્રીજો કલ્પેશ છગનજી માળી હાથમાં પાઇપ લઇને આવ્યો હતો અને સુરેશ માલાજી માળી અને અનાજી માલાજી માળી હાથમાં ધોકો લઇ આવ્યા હતા અને નાનાભાઇને આડેધડ મારવા લાગ્યા હતા.

 

જો કે, તે દરમિયાન નાનાભાઇના પત્ની છાયાબેન વચ્ચે પડતાં તેમના જેઠે બંને પગો ઉપર ધોકાથી માર માર્યો હતો. જ્યારે અચાનક થયેલા હુમલાના પગલે ભરતભાઇ અને છાયાબેને બૂમો પાડતાં ગૌતમભાઇ પીરાજી માળી અને પનાજી મોહનજી માળી દોડી આવી વધુ માર મારમાંથી છોડાવ્યા હતા.

 

જ્યારે ચારેય શખ્સો જતાં જતાં કહેતા ગયા કે, આ લોકો આવવાથી તમો બચી ગયા છો નહીતર જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ફરાર થઇ ગયા હતા. જ્યારે પતિ-પત્નીને પ્રાઇવેટ વાહનમાં સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે છાયાબેન માળીએ છગનજી બાબુજી માળી, કલ્પેશ છગનજી માળી, સુરેશ માલાજી માળી અને અનાજી માલાજી માળી સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!