ડીસામાં 2 દિવસમાં ગૌ સહાયનું ચૂકવણું નહીં થાય તો ભાજપના નગર સેવક મુંડન કરાવી ભાજપમાંથી રાજીનામું આપશે

- Advertisement -
Share

સરકારની જીવદયા વિરોધી નીતિનો વિરોધ : અંગ્રેજો જેવી નીતિવાળા ભાજપના ચહેરાને લોકો સમક્ષ લાવવાની હિંમત રાખવી તે બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું

 

કેન્દ્ર અને રાજ્યની ભાજપ સાશિત સરકારોની જીવદયા વિરોધી નીતિના કારણે નારાજ થઇ ડીસાના ભાજપના નગરસેવકે રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી છે.
જો સરકાર 2 દિવસમાં ગૌ સહાયનું ચૂકવણું નહીં કરે અને જીવ હિંસા વિરોધી પ્રવૃત્તિ બંધ નહીં કરે તો તેઓ ગૌ સેવકો સાથે માથે મુંડન કરાવી ભાજપમાંથી રાજીનામું આપશે.

ભારતીય જનતા પાર્ટીની હીન્દુત્વ વિરોધી, જીવ હિંસાને સમર્થન આપતી માસના નિકાસને પ્રોત્સાહન આપવાની નીતિ, કતલખાનાઓને અઢળક સબસીડી આપવાની નીતિ, બ્લુ રીવોલ્યુશનના નામે કરોડો

જળચર જીવોની હત્યા કરવાની નીતિઓના વિરોધમાં અને બજેટમાં મુખ્યમંત્રી પોષણ યોજના જાહેર કર્યાંના 7 માસ બાદ પણ ગૌશાળા પાંજરાપોળોને તે રકમ ન આપવાના વિરોધમાં ડીસા નગરપાલિકાના

 

ભાજપના નગરસેવક પીન્કેશભાઇ દોશીએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જે પણ સાચા જીવદયાપ્રેમીઓ હોય તે ભારતીય જનતા પાર્ટીની હિંસાને સમર્થન આપતી નીતિઓના

 

વિરોધમાં તાત્કાલીક ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામાં આપે અને સામૂહીક પાપના ભાગીદાર બનવામાંથી બચે તેવી વિનંતી તેઓએ સોશિયલ મીડીયાના માધ્યમથી લોકોને કરી છે.

 

આ અંગે નગરસેવક પીન્કેશભાઇ દોશીએ જણાવ્યું હતું કે, ‘જો 2 દિવસમાં ગૌશાળા પાંજરાપોળોને સહાય આપવામાં નહીં આવે તો હું ગૌ ભક્તો સાથે મૂંડન કરાવી ભાજપમાંથી રાજીનામું આપીશ.’
આ અંગે આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ ડો. રમેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘ભાજપને હવે ભાજપના લોકો ઓળખી ગયા છે અને અંગ્રેજો જેવી નીતિવાળા ભાજપના ચહેરાને લોકો સમક્ષ લાવવાની હિંમત રાખવી તે બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!