ધાનેરામાં અજાણ્યા શખ્સે યુવતી પર હુમલો કરી ઝેરી દવા પીવડાવી લૂંટ ચલાવતાં ચકચાર

- Advertisement -
Share

 

ધાનેરા તાલુકાના જીવાનામાં એક યુવતીને કોઇ અજાણ્યા શખ્સે ઝેરી દવા પીવડાવી યુવતીના પહેરેલા સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઇ જતાં ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં લૂંટ ધાડના બનાવમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના ધાનેરામાં એક યુવતી પાસેથી સોના-ચાંદીનાની અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી ફરાર થઇ જતાં ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

 

બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના જીવાનામાં રહેતાં આંબાભાઇ નારણભાઇ પટેલની દીકરી વર્ષાબેન તા. 23/01/2022 ના રોજ વહેલી સવારે તેમના ખેતરના બાજુમાં આવેલ ગૌચરમાં કુદરતી હાજતે ગયેલ તે દરમિયાન

 

કોઇ અજાણ્યો શખ્સ યુવતી ઉપર હુમલો કરી તેને કોઇ ઝેરી દવા પીવડાવી બેભાન કરી યુવતીના કાનમાં પહેરેલ સોનાની બુટ્ટી ઝોલા, ગળામાં પહેરેલ સોનાનું ફૂલ પેન્ડલ અને પગમાં પહેરેલા ચાંદીના તોડાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો.

 

જે બાદ યુવતીએ બૂમાબૂમ કરતાં તેમના પરિવારના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુવતી બેભાન હાલતમાં પડી હતી. જે બાદ યુવતીના પરિવારે તાત્કાલીક યુવતીને ધાનેરા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી.

 

તે બાદ યુવતીના પિતા આંબાભાઇ નારણભાઇ પટેલે ધાનેરા પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે કુલ રૂ. 42,000 ના સોના-ચાંદીની લૂંટ કરી ફરાર થઇ જતાં તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!