ડીસામાં હીન્દુ યુવા સંગઠને 5 વર્ષની બાળકીનું ઓપરેશન કરાવી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડયું

- Advertisement -
Share

 

ડીસાના વાડી ટેકરા વિસ્તારમાં રહેતાં પરિવારમાં 5 વર્ષની દીકરીને પથરીનું ઓપરેશન કરાવી બાળકીનો જીવ બચાવ્યો હતો.

 

 

આ અંગે સંગઠનના પ્રમુખ નીતિનભાઇ સોનીએ જણાવ્યું હતું કે, 2 દિવસ અગાઉ અમને સેવાભાવી રમીલાબેન ઠાકોરનો ફોન આવ્યો હતો અને કહ્યું કે, એક 5 વર્ષની બાળકીને પથરી છે અને 2 વર્ષથી પીડાય છે ઓપરેશન કરવાનું કહ્યું છે

 

 

પણ પરિવારની કોઇ પરિસ્થિતિ નથી અને બાળકીના ઘરના જોડે સગવડ ન હોવાથી 3-4 વાર બાળકીને દવાખાને દાખલ કરાવેલી પાછી ઘરે લાવ્યા છે. અમે તરત બાળકીના ઘરે ગયા હતા.

 

 

જ્યાં ઘરની પરિસ્થિતિ સારી ન હતી. બાળકીના દાદીમાને પૂછ્યું તો દાદીમાં કહે દીકરા આ મારી પૌત્રીને 2 વર્ષથી પથરીની તકલીફ છે હવે તો પથરી મોટી થઇ ગઇ છે. અમારી જોડે કોઇ રૂપિયા નથી કે ઓપરેશન કરાવી શકીએ.

 

 

બાળકીનું નામ વિદ્યા છે અને 5 વર્ષની છે. 2 ભાઇ-બહેન છે. એના પિતા કઇ કામ નથી કરતાં અને હું આ સરકારી સહાયમાં નીકળતું આયુષ્માન કાર્ડ કઢાવવા જાઉં છું પણ કોઇ કાર્ડ નીકાળી આપતાં નથી.

 

 

મારી પૌત્રી વિદ્યા પેશાબ કરે તે સમયે અમે બધા રોઇ જઇએ છીએ એને ખૂબ દુઃખાવો થાય છે અને લોહી પડે છે અને બોલતાં બોલતાં રોઇ ગયા હતા.

 

અમે એમને આશ્વાસન આપી તાત્કાલીક જ ડીસાની ભણશાલી હોસ્પિટલમાં વિદ્યાને દાખલ કરાવી હતી અને મેનેજર રમેશભાઇ દરજીને વાત કરી હતી.

 

જેથી ઓછા ખર્ચમાં ગુરૂવારે તબીબ સોનીએ 21.7 એમ.એમ.ની પથરી કાઢી સફળ ઓપરેશન કરાવ્યું હતું અને 2-3 દિવસમાં રજા અપાઇ ઘરે મોકલીશું.

 

ઓપરેશન પછી વિદ્યાની મમ્મી અને દાદી 2 ભાવુક થઇને મને અને રમેશભાઇને ખૂબ ખૂબ આશિર્વાદ આપ્યા હતા અને અમને લાગ્યું કે ટોપલો ભરી ભરીને આર્શિવચન બોલતાં હોય એવું લાગ્યું હતું.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!