કાબુલમાંથી આવ્યો ભયંકર વિડીઓ : ચાલુ વિમાનમાંથી પટકાયા ત્રણ લોકો

Share

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ લોકો દેશ છોડીને જવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. સોમવારે આકાશમાં ઊડતા વિમાનમાંથી 3 લોકો નીચે નીચે પટકાયા હતા. આ ત્રણેય લોકોનાં મોત થયાં હતાં. આ લશ્કરી વિમાન હતું અને માહિતી અનુસાર, આ લોકો વિમાનના ટાયર પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા.

[google_ad]

કાબુલ શહેર ઉપરથી ઉડતા વિમાનમાંથી પડતાં લોકોનો વીડિયો સામે આવ્યો છે. તેમાં એક બાદ એક લોકો વિમાનમાંથી નીચે પડી રહ્યા નજરે પડે છે. સ્થાનિક લોકોએ કહ્યું કે દેશ છોડી દેવા માટે લોકો સૈન્ય વિમાનના ટાયર પર લટકી ગયા હતા. કાબુલ એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યા બાદ વિમાન હવામાં પહોંચતાની સાથે જ આ લોકો એક પછી એક નીચે પડવા લાગ્યા હતા. શહેરના લોકોએ તેમને નીચે પડતાં જોયા હતા, પરંતુ હજુ સુધી તેમની ઓળખ થઈ શકી નથી.

[google_ad]

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના નવા વડાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તાલિબાનનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે મુલ્લા હિબતુલ્લાહ અખુંદઝાદા અફઘાનનો નવો અમીર (લીડર) હશે. હિબતુલ્લાહ કંદહારનો રહેવાસી છે. તે તાલિબાનમાં ધાર્મિક નિર્ણયો લેતો હતો. હિબતુલ્લાહએ જ હત્યારાઓ અને ગેરકાયદે સંબંધો ધરાવતા લોકોને મારવાનો આદેશ આપ્યો હતો. તાલિબાનમાં તેમનું સત્તાવાર બિરુદ અમીરૂલ મોમિનીન શેખ હિબતુલ્લાહ અખુંદઝાદા છે.

[google_ad]

અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ કાબુલ એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી રહી છે. હાલમાં એરપોર્ટ અમેરિકન સૈનિકોના નિયંત્રણ હેઠળ છે. રોઇટર્સ અનુસાર, એરપોર્ટ પર થયેલા ફાયરિંગમાં પાંચ લોકોનાં મોત થયાં છે અને ઘણા ઘાયલ થયા છે. વીડિયોમાં એરપોર્ટ પર ત્રણ મૃતદેહ જોવા મળી રહ્યા છે. મૃત્યુઆંક આનાથી વધારે હોઇ શકે છે.

[google_ad]

આ દરમિયાન કાબુલમાં ઘણા વિસ્તારોમાં લૂંટના સમાચાર છે. સરકારી નંબર પ્લેટવાળા વાહનોની લૂંટ થઈ રહી છે. કેટલાક લોકોએ તેમના અંગત વાહનોની ચોરી થઈ હોવાનો દાવો પણ કર્યો છે. એરપોર્ટ નજીક રહેણાક વિસ્તારમાં ફાયરિંગ થયું હતું. સરકારી એજન્સીઓની કચેરીઓમાં લૂંટફાટ થઈ છે. તાલિબાનનું કહેવું છે કે અસામાજિક તત્ત્વોએ તાલિબાનના નામે લૂંટફાટ કરી છે અને સંવેદનશીલ દસ્તાવેજ સળગાવી દીધા છે.

[google_ad]

અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાન દરેકને સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે કે તે અફઘાનીઓનાં જીવન અને સંપત્તિનું રક્ષણ કરશે, પરંતુ કાબુલ એરપોર્ટ પરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું હતું કે એરપોર્ટ નજીક ઘણી એવી મહિલાઓને ગોળી મારવામાં આવી હતી, જેમણે હિજાબ ન પહેરેલું હતું. જોકે તાલિબાને હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી.

[google_ad]

 

ફાયરિંગ બાદ એરપોર્ટ પર ભાગદોડ મચી ગઈ હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. સૂત્રના જણાવ્યા અનુસાર, તાલિબાનના ફાયરિંગ બાદ અમેરિકન સૈનિકોએ પણ જવાબી ફાયરિંગ કર્યું છે.

[google_ad]

 

તાલિબાનના એક સૂત્રએ દૈનિક ભાસ્કરને જણાવ્યું હતું કે- બધું ખૂબ ઝડપથી થયું છે. તાલિબાન ઘણા વિસ્તારોમાં પોતાના લડવૈયાઓને તહેનાત કરી શક્યું નથી. શહેરના ઘણા વિસ્તારોમાંથી લૂંટના અહેવાલો છે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એરપોર્ટની સુરક્ષા તાલિબાનના હાથમાં નથી. ત્યાં શું થયું એની પુષ્ટિ કરી શકતા નથી.

[google_ad]

 

 

જોકે અમેરિકાએ જણાવ્યું હતું કે તે એરપોર્ટ પર પોતાના 6 હજાર સૈનિકો તહેનાત કરશે, જેથી નાગરિકોને સુરક્ષિત બહાર નીકાળી શકાય. હાલમાં કાબુલ એરપોર્ટ પર ભાગદોડ જેવી સ્થિતિ છે. દેશ છોડવા માટે લોકો હજારોની સંખ્યામાં ત્યાં એકઠા થઈ ગયા છે. એમાં ઘણા એવા લોકો પણ છે કે કોઈ સમાન લીધા વિના જ એરપોર્ટ પર પહોંચી ગયા છે.

[google_ad]

 

તાલિબાન કાબુલમાં આઝાદીની પ્રથમ સવારની ઉજવણી કરી રહ્યા છે. આખા શહેરમાં સફેદ તાલિબાનના ઝંડા દેખાય છે. તાલિબાન નેતાઓ આ વખતે સોશિયલ મીડિયા પર વધુ સક્રિય જોવા મળી રહ્યા છે અને શાંતિનો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

[google_ad]

 

સૂત્રોના જણાવ્યા અનુસાર, તાલિબાન નેતા મુલ્લા બરાદાર આજે તેના સાથીઓ સાથે કાબુલ પહોંચશે. હાલ તે કતારમાં હોવાનું જાણવા મળ્યું છે. તેમણે રવિવારે એક નિવેદન જાહેર કર્યું હતું. બરાદરે કહ્યું હતું કે અમે આટલી સરળતાથી અફઘાનિસ્તાન પર કબજો મેળવવાની આશા નહોતી રાખી.

[google_ad]

 

 

તાલિબાનના પોલિટિકલ પ્રવકતા મોહમ્મદ નઇમે અલઝઝીરા TVને એક ઇન્ટરવ્યુ આપ્યો છે. એમાં નઈમે કહ્યું- ‘અફઘાન લોકો અને મુજાહિદ્દીનો માટે આજે મોટો અને મહાન દિવસ છે. 20 વર્ષના બલિદાન અને સંઘર્ષનું ફળ આજે તેઓ જોઈ રહ્યા છે. અલ્લાહનો આભાર કે યુદ્ધ હવે સમાપ્ત થયું છે. અમે અલગ-અલગ રહેવા માગતા નથી અને શાંતિપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંબંધો માગીએ છીએ. અમે કોઈને નુકસાન પહોંચાડવા નથી ઈચ્છતા અને કોઈને પણ અમારી જમીનનો ઉપયોગ અન્યને નિશાન બનાવવા માટે નહીં કરવા દઈએ.’

 

From – Banaskantha Update


Share