અમીરગઢ હાઇવે પર કાર આગળ ગાય આવી જતાં ગાયને બચાવવા જતા કાર ડિવાઈડર સાથે અથડાઈ, ત્રણ યુવકો ઈજાગ્રસ્ત

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નેશનલ હાઈવે પર એક કાર આગળ ગાય આવી જતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગાયને બચાવવા જતાં કાર ડિવાઇડર સાથે અથડાતાં કારમાં સવાર ત્રણ યુવકોને ઇજાઓ પહોંચી હતી.

Advt *T&C apply

બનાસકાંઠા યોજના ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં આજે મંગળવારે પાલનપુર-આબુરોડ નેશનલ હાઈવે પર અમીરગઢ નજીક એક કાર આગળ અચાનક ગાય આવી જતાં કારચાલક ગાયને બચાવવા જતા કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી.

જેના પગલે કારમાં સવાર ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકોની મદદથી તેમને અમીરગઢ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવના પગલે અમીરગઢ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!