ડીસાના તાલેગઢનો યુવક સી.આર.પી.એફ.માં ટ્રેનિંગ પૂર્ણ માદરે વતન આવતાં સ્વાગત કરાયું

- Advertisement -
Share

મા ભોમની રક્ષા કરવા માટે જવાનનું ગ્રામજનોએ વરઘોડો નીકાળી આવકાર્યો

 

ડીસા તાલુકાના તાલેગઢ ગામમાં મા ભોમની રક્ષા કરવા માટે જવાન સી.આર.પી.એફ.માં ટ્રેનિંગ પૂર્ણ કરી શનિવારે પોતાના ગામમાં આવતાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે.

 

જ્યારે રક્ષા કરનાર જવાનનું ગ્રામજનોએ વરઘોડો નીકાળી ઠેર-ઠેર સ્વાગત કરી આવકાર્યો હતો.
સમગ્ર ગુજરાતમાં મા ભોમની રક્ષા કરવા માટે અનેક યુવકો ફોજમાં જોડાઇ રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના તાલેગઢ ગામમાં રહેતાં મુકેશભાઇ ચૌધરી નામના યુવક સી.આર.પી.એફ. માં ટ્રેનિંગ પૂર્ણ કરી શનિવારે
પોતાના ગામમાં પરત આવતાં સમગ્ર ગામમાં ખુશીનો માહોલ છવાયો હતો. મા ભોમની રક્ષા કરનાર જવાનનો ગ્રામજનોએ વરઘોડો નીકળી ઠેર-ઠેર સ્વાગત કરી આવકાર્યો હતો.
જ્યારે જવાન ફોજમાં જોડાતાં પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ અને ચૌધરી સમાજના આગેવાનો સહીત ગ્રામજનોએ શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે દેશ સેવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે યુવક ફોજમાં જોડાતાં ગામમાં હર્ષની લાગણી ફેલાઇ હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!