ડીસાના દામા નજીક બાઇક સ્લીપ ખાતાં 2 યુવકો ગંભીર

- Advertisement -
Share

બંને મિત્રોની હાલત વધુ નાજુક જણાતાં તેમને વધુ સારવાર અર્થે પાલનપુર રીફર કર્યાં

 

ડીસા-થરાદ રોડ પર દામા નજીક સોમવારે બાઇક સ્લીપ ખાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવાર બંને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતાં 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર અર્થે તેમને
ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બંને મિત્રોની હાલત વધુ નાજુક જણાતાં તેમને વધુ સારવાર અર્થે પાલનપુર રીફર કર્યાં હતા.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ભીલડી ગામમાં રહેતાં સચિન ઠાકોર અને તેનો મિત્ર કમલેશ ઠાકોર બંને બાઇક લઇને ડીસા- થરાદ પર જઇ રહ્યા હતા.

તેઓ દામા ગામ નજીકથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન અચાનક બાઇક સ્લીપ ખાતા બંને મિત્રો રોડ પર પટકાતાં અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં રોડ પર પટકાતા બંને મિત્રોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ વાનને જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ અકસ્માત સ્થળે આવી પહોંચી હતી.
ઇજાગ્રસ્ત બંને મિત્રોને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંને મિત્રોની હાલત વધુ નાજુક જણાતાં તેમને વધુ સારવાર અર્થે પાલનપુર રીફર કર્યાં હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!