પાલનપુરમાં ધોળા દિવસે વર્ધીમાં પોલીસકર્મી દારૂના નશામાં જૂમતો નજરે પડ્યો, વીડિયો થયો વાઇરલ

- Advertisement -
Share

પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહનો વીડિયો હોવાનું સામે આવ્યું

 

બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનો વેપલો ચાલતો હોય છે. ત્યારે બુટલેગરો તો ઠીક હવે પાલનપુરમાં પોલીસ જવાનો પણ સરાજાહેર દારૂના નશામાં લવારી કરતા જોવા મળી રહ્યાં છે. પાલનપુરમાં ધોળા દિવસે દારૂ પીને લવારી કરતા પોલીસનો વીડિયો વાઈરલ થયો છે. નશામાં ધૂત આ શખ્સ જિલ્લા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે.

 

 

પાલનપુર શહેરના ગોબરી રોડ વિસ્તારમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતાં નરસિંહજી રાવ દારૂના નશામાં જાહેર માર્ગ પર લથડિયા ખાતાં જોવા મળ્યા હતા. એક પાનનાં પાર્લર પાસે નરસિંહરાવ નામનો કોન્સ્ટેબલ દારૂના નશામાં જોવા મળતાં સ્થાનિકોએ તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો. તેવામાં અત્યારે એક તરફ નગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે બીજી તરફથી નશામાં ચકચૂર પોલીસના વાઈરલ થયેલા વીડિયોએ ચર્ચાનું જોર પકડી લીધું છે.

 

 

આ ઘટના ઉપર પાલનપુરના એ.એસ.પી સુશીલ અગ્રવાલે જણાવ્યુ હતું કે, તેઓ વાઈરલ થયેલા વીડિયોની પુષ્ટિ કર્યા પછી આગળ કાર્યવાહી હાથ ધરશે. જોકે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ મુદ્દે હજુ સુધી કોઈ જ પોલીસ કાર્યવાહી કરવામાં આવી નથી.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!