Free Porn
xbporn

https://www.bangspankxxx.com

સરદાર પટેલનું નામ નીકાળી વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને હવે નરેન્દ્ર મોદીના નામે રખાયું

- Advertisement -
Share

સ્ટેડિયમની આસપાસના 233 એકર વિસ્તારમાં સ્પોર્ટ્સ એન્ક્લેવનું પણ ભૂમિપૂજન.

અમદાવાદના મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું છે. જોકે રાષ્ટ્રપતિ કોવિંદે જ્યારે સ્ટેડિયમના અનાવરણની તકતી પરથી પડદો ઉઠાવ્યો ત્યારે સ્ટેડિયમના નામે સૌને સરપ્રાઇઝ કરી દીધા હતા.

અત્યારસુધી મોટેરા સ્ટેડિયમ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમના નામે ઓળખાતું હતું, પરંતુ હવે જેવું આ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બન્યું કે તરત ગુજરાત ક્રિકેટ એસોસિયેશનએ એનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દીધું.

મોટેરામાં આકાર પામેલા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. શહેરમાં રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી બંને હોવાથી પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્ચો છે.

સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે, જેનાથી આ વિસ્તારના નાગરિકોને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ, સ્ટેડિયમની બહાર દર્શકોએ હોબાળો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બની ગયું છે. મેલબર્નની બેઠક-ક્ષમતા 92 હજાર છે અને મોટેરાએ 40 હજારના માર્જિનથી એને માત આપી છે. આ સ્ટેડિયમમાં પહેલાં 1 લાખ10 હજારની બેઠક વ્યવસ્થા હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ સ્ટેડિયમની બહાર લાગેલા હોર્ડિંગમાં બેઠક-ક્ષમતા વધારીને 1 લાખ 32 હજાર કરી દેવામાં આવી હોવાનું લખેલું છે.

એટલે કે કુલ 22 હજાર બેઠકો ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા મોટેરા સ્ટેડિયમમાં વધારવામાં આવી છે. આ સંદર્ભે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે કેમેરા અને અન્ય ટેક્નિકલ જગ્યા માટે કુલ સીટોમાંથી વધુ પડતી સીટો બાદ કરી હતી. જે ગણતરીના ફાઇનલ અરેન્જમેન્ટ પછી તેમણે જાણ થઈ કે મોટેરા સ્ટેડિયમમાં બેઠક-ક્ષમતા 1 લાખ 10 હજાર નહિ, પરંતુ 1 લાખ 32 હજાર છે.

BCCIએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે માત્ર ત્રણ સ્થળ જ રાખ્યાં છે. ચેન્નઈ ખાતે 17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત કર્યા પછી ટીમ 2 ટેસ્ટ અને 5 T-20 માટે અમદાવાદ પહોંચી છે. T-20 સિરીઝની અંતિમ મેચ 20 માર્ચે રમાશે, એટલે કે ઇન્ડિયન ટીમ 18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં જ બાયો-બબલમાં રોકાશે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -

Czech Women Exposed

- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!