દુખદ : ડીસામાં ઘર આગળ રમતા છોકરાને કચરાની ગાડીએ કચડતા કરુણ મોત, ગફલતભર્યા ડ્રાઈવિંગથી માસુમે જીવ ગુમાવ્યો

- Advertisement -
Share

ડીસા અમનપાર્ક સોસાયટીમાં ઘર આગળ ચોકમાં રમતા બાળકને ડીસા નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપેલ ગાડીએ ટક્કર મારતા માથાના ભાગે ચડાવી દેતા લોહીનો ઢગલો થઈ જતા સારવાર અર્થે ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

મળતી માહિતી મુજબ ડીસા અમનપાર્ક સોસાયટીમાં રહેતા અને હરિઓમ સ્કૂલમાં ધો 7માં અભ્યાસ કરતા અયાન ખાલિદભાઈ અન્સારી (ઉ.12) ઘર આગળ દોસ્તો સાથે રમતા હતા ત્યારે મદમસ્ત હાલતમાં ચલાવતા કચરાગાડી નં GJ-10-XT-6684ના ડ્રાઇવરે 3 બાળકો ઉપર ગાડી ચડાવી દીધી હતી.
જેમાં બેનો બચાવ થયો હતો અને અયાનના માથા ઉપર ગાડી ફેરવી દેતા ઘટના સ્થળે લોહીનો ઢગલો થઈ જવા પામ્યો હતો ઘટનાની જાણ થતાં લોકો ભેગા થઈ ગયા હતા અને ડ્રાઈવરને પોલીસ બોલાવીને તેને હવાલે કર્યો હતો. જ્યારે અયાનના પિતા કામ અર્થે દિલ્લી ગયેલ હતા.

આડોશી પાડોશીએ અયાનને દવાખાને લઈ ગયેલ પરંતુ ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો પોલીસ દ્વારા આવા મદમસ્ત ડ્રાઈવરને સબક શીખડાવે તેવી લોકોએ માંગ કરી હતી જ્યારે નગરપાલિકાએ આવા કોન્ટ્રોક્ટરો વિરુદ્ધ પગલાં લેવા જોઈએ જેથી કરીને બીજાની જિંદગી બચાવી શકાય આવા મદમસ્ત ડ્રાઈવરને સબક શીખડાવી કડક સજા થાય તેવી લોકોએ માંગ કરી હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!