ડીસામાં લઘુમતી સમાજના યુવક પાસે પતિએ પોતાની પત્ની અને 2 બાળકો પાછા માંગતાં પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર

- Advertisement -
Share

લઘુમતી સમાજનો યુવક મહીલા અને 2 સંતાનોને ક્યાંક ગુમ કરી દીધા હોવાની ફરિયાદ ડીસા તાલુકા પોલીસ મથકે નોંધાઇ

 

ડીસાના માલગઢ ગામના યુવકે પોતાની પત્ની અને 2 સંતાનોને લઘુમતી શખ્સના યુવક ક્યાંક લઇ ગયો હોય પોતાની પત્ની અને 2 બાળકો પાછા માંગતાં લઘુમતી સમાજના શખ્સે છરી કાઢી જાનથી મારી
નાખવાની ધમકી આપતાં ચકચાર મચી ગઇ હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ઝડપી ક્વાયત હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના માલગઢ ગામના હનુમાનનગરની માળી સમાજની મહીલા અને તેના 2 બાળકોને ડીસાના ગવાડી વિસ્તારનો લઘુમતી સમાજનો શખ્સ રાખતો હોવાના ચકચારી બનેલા કિસ્સામાં વધુ એક ફરિયાદ થઇ છે .

જેમાં મહીલાના પતિએ લઘુમતી સમાજના યુવક પાસે પોતાની પત્ની અને 2 બાળકો પાછા સોંપવાની માંગ કરતાં તેણે છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના માલગઢ ગામમાં રહેતાં હરેશકુમાર શંકરલાલ સોલંકી (માળી) ની પત્ની અને તેના 2 સંતાનો છેલ્લા ઘણા સમયથી તેમનાથી અલગ સાસરીયાના કાંટ ગામમાં રહેતા હતા.

 

જેમાં તાજેતરમાં હરેશભાઇના પત્ની ચંદ્રીકાબેન અને તેના 2 સંતાનો તેમના સસરાના ઘરેથી દાગીના ચોરી ઇજાજ મુસ્તુફા શેખ (રહે, ગવાડી, ડીસા) વાળાને આપ્યા હોવાની ફરિયાદ ડીસા તાલુકા પોલીસ મથકે હરેશભાઇના સસરા અને ચંદ્રીકાબેનના પિતાએ નોંધાવી હતી.
જેથી આ કિસ્સો સમગ્ર ડીસા તાલુકામાં ટોક ઓફ ટાઉન બન્યો હતો. જેમાં તાજેતરમાં હરેશભાઇ પોતાનું બાઇક લઇને જતા હતા. ત્યારે રસાણા કેનાલ નજીક ઇજાજ મુસ્તુફા શેખને જોઇ જતાં તેમને બાઇક પાછું વાળી કહેલ કે,’ તું મારી પત્ની અને 2 બાળકો પાછા આપી દે.

 

તેમ કહેતાં ઇજાજ શેખે જણાવેલ કે, તારી પત્ની અને 2 બાળકો કદાપી પાછા નહીં મળે તારે જે કરવું હોય તે કરી લે.’ એમ કહી પોતાની પાસેની છરી કાઢી હરેશભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે હરેશભાઇએ ડીસા તાલુકા પોલીસ મથકે ઇજાજ મુસ્તુફા શેખ સામે પોતાની પત્ની અને 2 બાળકોને ક્યાંક ગુમ કરી દીધા હોવાની અને પોતાને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!