અમદાવાદમાં પૂર્વ પતિ અને અન્ય ત્રણ મિત્રોએ પત્નીને ચપ્પાના અસંખ્યવાર ઘા મારી રહેંસી નાખી : પોલીસે પતિને ઝડપ્યો, અન્ય ત્રણ મિત્રો ફરાર

Share

હેમા મરાઠીએ થરા ગામમાં રહેતાં અજય ઠાકોર સાથે અગાઉ લગ્ન કર્યા હતા અને દોઢ વર્ષ પહેલાં તેને મહેશ ઠાકોર સાથે પ્રેમના અંકુર ફૂટ્યા હતા. જેથી તેણે પોતાના પતિ અજય ઠાકોરને છૂટાછેડા આપ્યા હતા.

 

[google_ad]

ફાઈલ ફોટો

 

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક ઘાતકી હત્યાનો બનાવ બન્યો છે. પૂર્વ પતિએ મિત્રો સાથે મળીને મહીલાને ઘર નજીક જ એક પછી એક સંખ્યાબંધ છરીના ઘા મારીને લોહી લુહાણ કરી દીધી હતી અને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. જો કે, ગંભીર રીતે ઘાયલ થયેલી મહીલાનું મોત નિપજ્યું છે.

 

[google_ad]

ફાઈલ ફોટો

 

અમદાવાદના વટવા વિસ્તારમાં યુવતીના પૂર્વ પતિએ તેની હત્યા નિપજાવી હોવાની ઘટના સામે આવી છે. જેમાં વિંઝોલ ક્રોસિંગ પાસે આવેલી સુખ સાગર સોસાયટીમાં રહેતી હેમા મરાઠી નામની મહીલાને તેના જ પૂર્વ પતિ અજય ઠાકોરે છરીના ૨૦ થી વધુ ઘા મારીને હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. આ અંગે યુવતીના હાલના પતિ મહેશ ઠાકોરે વટવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 

[google_ad]

ફાઈલ ફોટો

 

આ અંગેની વિગત એવી છે કે, હેમા મરાઠીએ થરા ગામમાં રહેતાં અજય ઠાકોર સાથે અગાઉ લગ્ન કર્યા હતા અને દોઢ વર્ષ પહેલાં તેને મહેશ ઠાકોર સાથે પ્રેમ થઇ જતાં તેણે પોતાના પતિ અજય ઠાકોરને છૂટાછેડા આપ્યા હતા અને પોતાના બે બાળકો અજયને આપીને મહેશ ઠાકોર સાથે ચોટીલા મંદિરમાં ફૂલહાર કર્યા હતા અને ત્યારથી તેની સાથે રહેતી હતી.

 

[google_ad]

ફાઈલ ફોટો

બુધવારે રાતના સમયે હેમાના ઘરે તેનો પૂર્વ પતિ અજય ઠાકોર અને તેના બે મિત્રો જેમાં એક ભાવેશ અને અન્ય એક શખ્સે જઇને ચપ્પુના ઘા મારી તેની નિર્મમ હત્યા કરી હતી. જો કે, આ સમગ્ર ઘટના પડોશીએ નરી આંખે જોઇને મૃતક યુવતીના પતિને જણાવી હતી.

 

[google_ad]

Advt

 

જેથી મહેશ ઠાકોરે મામલે એક યુવતી સહીત ચાર વ્યક્તિઓ સામે વટવા પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં ઇકો કારમાં આવેલા મૃતક યુવતીનો પૂર્વ પતિ અને તેના બે મિત્રો અને એક યુવતીની આ બાબતે સંડોવણી હોવાનું ખૂલ્યું હતું. આ અંગે વટવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને યુવતીના હત્યારા પતિને ઝડપી લીધો છે અને અન્ય મિત્રોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

[google_ad]

 

From-Banaskantha update


Share