બાળકી સાથે દુષ્કર્મ કાર્ય બાદ દેહને ચિતા પર ઊંધો મૂકી સળગાવી દીધી : પુજારી સહીત 4ની ધરપકડ

Share

દિલ્હીના ઓલ્ડ નાંગલ ગામમાં ભાડાના એક નાના રૂમમાં રહેનાર સુનીલ અને સવિતા(નામ બદલેલ છે) ગુડિયા નામની છોકરીનાં મા-બાપ છે, જેઓનું મૃત્યુ થઇ ગયેલ છે. 9 વર્ષની છોકરી ગુડિયા પર દુષ્કર્મ કર્યા પછી તેની હત્યા કરવામાં આવી હતી. 1 ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં આરોપીઓએ હત્યા પછી છોકરીની લાશ પણ સળગાવી દીધી.

[google_ad]

દલિત પરિવારની બાળકીની સાથેની આ ઘટના બન્યા પછી કોંગ્રેસનેતા રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પીડિત પરિવારને મળ્યા છે. ઘટનાનો મુખ્ય આરોપી ઓલ્ડ કેંટના નાંગલ સ્મશાન સ્થિત મંદિરોનો પૂજારી છે. પોલીસે પૂજારી સહિત ચાર આરોપીની ધરપકડ કરીને તેમને જેલ ભેગા કર્યા છે. જોકે છોકરીને ન્યાય મળે એ માટે નાંગલ ગામના લોકોના દેખાવો ચાલુ જ છે.

[google_ad]

દિલ્હી કેંટના નાંગલ ગામમાં ભાડાના એક રૂમમાં રહેતા સવિતા અને સુનીલ સવારે વહેલા ઊંઠીને કચરો વાળવાનું અને પછીથી પીર બાબાની દર્ગા પર સાફ-સફાઈનું કામ કરે છે. એના બદલામાં તેમને દર્ગા પર આવનારા લોકો કઈ ને કઈ આપે છે. આવી હાલાકી ભરેલી જિંદગીની વચ્ચે તેમના માટે ખુશી તેમની છોકરી ગુડિયા જ હતી.

[google_ad]

સવીતા આ અંગે કહે છે કે, “મને મારી છોકરી માટે ભય રહેતો હતો કે ક્યાંક તેની સાથે કંઈક ખોટું ન બની જાય. હું છોકરીઓની સાથે બનતી દુર્ઘટનાઓના સમાચાર સાંભળીને ખૂબ જ ડરતી હતી. આ ડરના કારણે મેં મારી છોકરીને સ્કૂલે પણ મોકલી નથી.” જોકે, સવિતાનો તેની પુત્રીને લઈને આ ડર વાસ્તવિકતા બની ગયો. એક ઓગસ્ટે દિલ્હી કેંટના સ્મશાનમાં તેની 9 વર્ષની છોકરીને રેપ કર્યા પછી સળગાવી દેવામાં આવી.

[google_ad]

ઘટનાના દિવસે શું થયું હતું?

સવિતા જણાવે છે કે, “એ દિવસે રવિવાર હતો. 5:30 વાગ્યા સુધી મારી દીકરી એકદમ સારી હતી. તેના પિતા શાકભાજી લેવા ગયા હતા. હું દર્ગા પર ચાલી રહેલા ભંડારામાંથી ઘરે આવી ગઈ હતી. ત્યારે સ્મશાનથી પૂજારીએ આવીને કહ્યું કે તારી દીકરીને કરન્ટ લાગ્યો અને તેનું મૃત્યુ થયું છે.”

ગુડિયા કઈ રીતે સ્મશાન જતી રહી?

આ અંગે પૂછવા પર સવિતાએ કહ્યું હતું કે, “મારી દીકરી અહીં રોજ પાણી લેવા માટે જતી હતી. પછીથી રડતાં-રડતાં કહેવા લાગી કે પહેલા તો તેને ક્યારેય કરન્ટ લાગ્યો નહોતો તો અચાનક એ દિવસે કઈ રીતે કરન્ટ લાગ્યો. સ્મશાન પહોંચી તો મેં જોયું કે મારી પુત્રીને સળગાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.”

 

[google_ad]

સવિતા વધુમાં જણાવે છે કે, “મેં પૂજારીને કહ્યું કે મારી પુત્રીની લાશ મને આપી દો તો તેમણે કહ્યું કે તું તો દર્ગા પર ભીખ માંગે છે, તારી પાસે અંતિમ સંસ્કારના પૈસા કઈ રીતે હશે? તું કઈ રીતે કરીશ? પોલીસ આવશે તો તારી પુત્રનું પોસ્ટમોર્ટમ થશે.”

[google_ad]

આ બધી વાત કરતાં-કરતાં સવિતા ઢીલી થઈ જાય છે. પછીથી તે જણાવે છે કે, “તેની દીકરીની આંખો બંધ હતી, વાળ ખુલ્લા હતા, નાકથી લોહી વહી રહ્યું હતું, હાથમાં ઈજા થઈ હતી. હોઠ કાળા પડવા લાગ્યા હતા અને બંધ હતા. હું તેમને મારી દીકરી લાશ આપવા માટે વિનંતી કરતી રહી. જોકે, તેમણે તેને જબરદસ્તીથી સળગાવી દીધી. મેં ચિતા પર પાણી નાખવાની કોશિશ કરી. મેં લાશ બહાર ખેંચવાની કોશિશ કરી તો મને ધક્કો મારી દીધો. ચિતા પર મારી દીકરીની લાશ તેમણે ઊંધી રાખી હતી, જેથી તેના પ્રાઈવેટ પાર્ટ સૌથી પહેલા સળગી જાય.”

[google_ad]

સવિતાની બહેનપણી જણાવે છે કે, “જ્યારે સવિતા સ્મશાનની બહાર નીકળી તો તે ખૂબ જ ચિંતામાં હતી. તે વારંવાર એક જ વાત કહેતી હતી કે મારી ગુડિયા જતી રહી, તેને ફૂંકી નાખવામાં આવી. સવિતા અને તેની બહેનપણી મીનુની બૂમોથી લોકો એકત્રિત થઈ ગયા. ભીડ સ્મશાનનું તાળું તોડીને ત્યાં દાખલ થઈ. ત્યાં સુધીમાં ગુડિયાની લાશનો મોટા ભાગનો હિસ્સો સળગી ચૂક્યો હતો.”

[google_ad]

મીનુ આ અંગે જણાવે છે કે, “પૂજારીએ સવિતાને ધમકાવી હતી કે ચૂપચાપ જજે, રડતી-રડતી ન જતી, કોઈને આ અંગે કહેતી નહિ. એ તો સારું થયું કે પૂજારીએ મને જણાવી દીધું અને લોકો સ્મશાનમાં ઘૂસી ગયા, નહિતર આ વાતનો ખ્યાલ જ ન આવત. સવિતાના ઘરની આસપાસ રહેતા લોકોની સાથે વાતો કરીને અમે સ્મશાન સ્થળ પર પહોંચીએ છીએ, જ્યાં આ ઘટના બની હતી. સ્મશાનમાં એકદમ શાંતિ અનુભવાતી હતી. બહાર પોલીસ ઊભી છે. જે ચિતા પર ગુડિયાને જબરદસ્તીથી સળગાવવામાં આવી હતી એ હવે ક્રાઈમ સીન છે. પોલીસે એને પીળી પટ્ટીઓથી ઘેરી લીધો છે.”

[google_ad]

“જે વોટર કૂલરથી કરન્ટ લાગવાનો પૂજારીએ દાવો કર્યો હતો એને હવે હટાવી લેવામાં આવ્યો છે. સ્મશાનમાં કેટલાક રૂમ પણ છે, જેમાં સામાન આમતેમ પડ્યો છે. કેટલાક કપ દેખાઈ રહ્યા છે. એના પરથી એવું લાગી રહ્યું કે અહીં ચા પીવાઈ હશે.”

 

[google_ad]

સવિતા પોતાની પુત્રીને પોતાનાથી અલગ થવા દેતી જ નહોતી. જોકે, તેને સ્મશાનના પૂજારી પર ભરોસો હતો. છોકરી ત્યાં લાગેલા વોટરકૂલરમાંથી પાણી લેવા જતી હતી. ક્યારેક ક્યારેક પૂજારીને ચા બનાવીને પણ પિવડાવતી હતી. સવિતા ક્યારેક-ક્યારેક સ્મશાનમાં બનેલા રૂમોની પણ સફાઈ કરતી હતી. ઘણી વખત પૂજારી તેને ખાવાનો સામાન પણ આપતો હતો.

[google_ad]

ગુડિયાના મૃત્યુ પછી સ્થાનિક લોકોમાં ગુસ્સો છે. નાંગલ ગામના કેટલાક લોકોએ મુખ્ય ગેટની બહાર સફેદ પંડાલ લગાવી દીધો છે, જ્યાં લોકો ગુડિયાને ન્યાય અપાવવા માટે દેખાવો કરી રહ્યા છે. દિલ્હીના ખૂણે-ખૂણાથી લોકો અહીં આવી રહ્યા છે. બુધવારે કોંગ્રેસનેતા રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પીડિત પરિવારની મુલાકાત કરી હતી.

[google_ad]

સામાજિક કાર્યકર્તા ટીના વર્મા પણ અહીં આવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, “હું ગુરુવારે અહીં પીર બાબાના મંદિર પર આવતી હતી. આ છોકરી હંમેશાં હસતી જ હોય. તેની સાથે આવી ઘટના થઈ.” 33 વર્ષના રોહિતનો જન્મ નાંગલ ગામમાં થયો છે. તે કહે છે, “જેવી ગુડિયા વિશે જાણવા મળ્યું કે લોકો એકત્રિત થઈ ગયા. સમગ્ર નાંગલ ગામ આ બાળકી સાથે થયેલી ઘટનાનો વિરોધ કરી રહ્યું છે.”

 

[google_ad]

દેખાવમાં 15-16 વર્ષની નાંગલ ગામની 2 છોકરી પણ આવી છે. તે ગુડિયાને યાદ કરીને કહે છે કે તે હંમેશાં હસતી રહેતી હતી અને નમસ્તે દીદી કહેતી હતી. જે રીતે લોકો આ કેસમાં સામે આવ્યા છે એ બાબત પરથી એ આશા રાખી શકાય તેને ન્યાય મળશે. પોલીસે સ્મશાનના 55 વર્ષના પૂજારી અને તેમના 3 સાથીની ધરપકડ કરી લીધી છે. ચારેય આરોપી પર રેપ, હત્યા અને ધમકાવવા વિશેની કલમ લગાવવામાં આવી છે. એ ઉપરાંત પોક્સો એક્ટ અને SC-ST એક્ટ અંતર્ગત પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

[google_ad]

ઘટનાની તપાસ હવે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચના હાથમાં છે. ચારેય આરોપીએ જે કપડાં પહેર્યાં હતાં એમાંથી DNA સેમ્પલ લેવામાં આવ્યા છે. બાળકીના શરીરનાં જે અંગો બળી નથી શક્યાં એની તપાસ કરવાનું પોલીસે 3 સભ્યની મેડિકલ ટીમને કહ્યું છે. જો આ મેડિકલ ટીમનું કહેવું છે કે અમુક દાઝેલા અવશેષોથી કોઈ ચોક્કસ પરિણામ સુધી પહોંચવું મુશ્કેલ છે.

 

[google_ad]

આ ઘટનાના એક આરોપી લક્ષ્મી નારાયણના ભાઈ સુનીલે કહ્યું હતું કે, “મારા ભાઈનો આ કેસ સાથે કોઈ સંબંધ નથી. તે સ્મશાન સ્થળ પર હતો, તેથી તેની ત્યાંથી ધરપકડ કરવામાં આવી છે. અમને ન્યાય પર સંપૂર્ણ વિશ્વાસ છે, જે પણ થશે એ સારું જ થશે.” બીજી બાજુ, સ્થાનિક લોકોએ એવું પણ કહ્યું હતું કે, “સ્મશાન સ્થળ પર દારૂડિયાઓનો અડ્ડો છે, લક્ષ્મી નારાયણ પણ ત્યાં નશો કરવા જતો હતો.

 

[google_ad]

દિલ્હી કેંટના એક મુખ્ય રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે. અહીં દરેક નાકા અને ગલીમાં દિલ્હી પોલીસ અને કેન્દ્રીય સેનાના જવાનો તહેનાત છે. પ્રદર્શન સ્થળ પર દિલ્હીની અલગ અલગ જગ્યાએથી લોકો પહોંચી રહ્યા છે. ભાડાના એક રૂમમાં રહેતા અને કચરો વીણતા દલિત પરિવાર સાથે હવે આખું દિલ્હી ઊભું છે.

 

[google_ad]

રાતના 10 વાગતાં હવે પ્રદર્શન સ્થળથી લોકો ખસવા લાગ્યા છે, પરંતુ ત્યાં લગાવવામાં આવેલી મીણબત્તીઓ હજી પણ સળગી રહી છે. એક બાળકી અમને મોબાઈલમાં ગુડિયાની તસવીર બતાવીને કહે છે, જુઓ દીદી, તે હંમેશાં હસતી જ રહેતી હતી. ગુડિયાનાં માતા-પિતા સવિતા અને સુનીલ રાત વધતાં પ્રદર્શન સ્થળ પરથી ધીમા પગલે ઊભાં થઈને તેમના રૂમ તરફ જઈ રહ્યાં છે. હું પણ તેમની પાછળ પાછળ જઈ રહી છું. તેમનો આખો રૂમ તેમની દીકરી ગુડિયાની યાદોથી ભરેલો છે.

 

[google_ad]

એક સ્ટીલનો ગલ્લો ગુડિયાએ થોડા દિવસ પહેલાં એવું કહીને ખરીદ્યો હતો કે હવે હું આમાં મારા માટે પૈસા ભેગા કરીશ. સવિતા અમને એ ગલ્લો બતાવવા માટે ઉપાડે છે તો એમાં રહેલા સિક્કા ખખડવા લાગે છે, પરંતુ સવિતા અને સુનીલના ચહેરા દર્શાવે છે કે હવે તે સિક્કાની ખનકમાં તેમને ખુશી નથી રહી.

રાત થઈ ગઈ, સન્નાટો થઈ ગયો છે. હું ત્યાંથી નીકળી રહી છું, પરંતુ આ સન્નાટામાં પ્રદર્શન સ્થળ તરફથી અવાજ ગુંજતો લાગી રહ્યો છે કે “ગુડિયાને ઈન્સાફ આપો, આરોપીઓને ફાંસી આપો.'”

 

 

From – Banaskantha Update


Share