ડીસામાં એલિવેટેડ બ્રિજ પર નવા વર્ષની શરૂઆત સાથે જ બ્રિજ પર સ્ટ્રીટ લાઇટો ચાલુ થતાં લોકોમાં ખુશીની લહેર પ્રસરી

- Advertisement -
Share

સ્ટ્રીટ લાઇટો ચાલુ થતાં વાહનચાલકો સહીત લોકોમાં હર્ષની લાગણી ફેલાઇ છે

 

ડીસામાં બનેલા રાજ્યના સૌથી મોટા એલિવેટેડ બ્રિજ પર આખરે સ્ટ્રીટ લાઇટો ચાલુ થઇ ગઇ છે. બ્રિજ બન્યા પછી 2 વર્ષ બાદ અને નવા વર્ષની શરૂઆત સાથે જ સ્ટ્રીટ લાઇટો ચાલુ થતાં વાહન ચાલકો સહીત લોકોમાં હર્ષની લાગણી ફેલાઇ છે.

બનાસકાંઠામાંથી પસાર થતાં દિલ્લી-કંડલા નેશનલ હાઇવે નં. 27 ઉપર ડીસામાં રાજ્યનો સૌથી લાંબો એટલે કે 3.75 કિલોમીટરનો એલિવેટેડ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો.

બ્રિજ ઉપર ડીવાઇડર વચ્ચે, બ્રિજના બન્ને બાજુ અને બ્રિજની નીચેના ભાગે થઇ કુલ 600 થી વધુ સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવી હતી.

પરંતુ બ્રિજ બન્યા બાદ નેશનલ હાઇવે ઓથોરિટી અને નગરપાલિકા વચ્ચે આ લાઇટોનું બીલ ભરવાની જવાબદારી કોણ ઉપાડે તેને લઇ બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.

 

ત્યારબાદ ડીસાના નાગરિકોની અને નેતાઓની અનેક રજૂઆતો બાદ નેશનલ હાઇવે ઓથોરિટીએ જવાબદારી સંભાળી સ્ટ્રીટ લાઇટો ચાલુ કરાવતાં ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર 2 વર્ષ બાદ
અજવાળુ થયું છે. જેથી નવા વર્ષની શરૂઆત સાથે જ બ્રિજ પર સ્ટ્રીટ લાઇટો ચાલુ થતાં વાહનચાલકો અને લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!