ડીસામાં મુખ્યમંત્રીની સભામાં ઘૂસેલા યુવકે પત્રનું રહસ્ય ખૂલ્યું : મુખ્યમંત્રીને 4 મુદ્દા જ કહેવા હતા પણ આતંકવાદી હોઉ તેવું વર્તન કર્યું

- Advertisement -
Share

છેલ્લા કેટલાંય સમયથી વારંવાર ગાંધીનગર મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે ધક્કા ખાઇએ છીએ પરંતુ ગાંધીનગરમાં મળવા દેવામાં આવતાં નથી

 

ડીસામાં ગઇકાલે ગુજરાત સરકારની ગૌરવ યાત્રા બાદ યોજાયેલી મુખ્યમંત્રીની સભામાં ભારે હંગામો મચ્યો હતો. અચાનક એક યુવક ભાજપનો ખેસ પહેરી મુખ્યમંત્રીની સિક્યોરીટી વચ્ચે સ્ટેજ પર ચડી જતાં દોડધામ મચી ગઇ હતી.
જે યુવકને પોલીસે અને કાર્યકરોએ તાત્કાલીક ઝડપી સ્ટેજ નીચે ઉતારી દીધો હતો. યુવક સ્ટેજ પર ચઢ્યો ત્યારે તેના હાથમાં એક પત્ર હતો જે ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે સોમવારે યુવકે ખુદ મીડીયા સમક્ષ આવી અને તે ઘટના અને ચિઠ્ઠીનો રાઝ ખોલ્યો છે.

આ અંગે યુવક રોહીત માળીએ જણાવ્યું હતું કે, ‘અમે છેલ્લા કેટલાંય સમયથી વારંવાર ગાંધીનગર મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે ધક્કા ખાઇએ છીએ. પરંતુ ગાંધીનગરમાં મળવા દેવામાં આવતાં નથી.
જેથી ગઇકાલે અમારા વિસ્તારમાં મુખ્યમંત્રી આવ્યા હોવાથી 4 મુદ્દાની ચિઠ્ઠી સાથે રજૂઆત કરવા ગયો હતો. જોકે, હું રજૂઆત કરું પહેલાં તે પોલીસે આતંકવાદી ઝડપ્યો હોય તે રીતે મને દબોચી રજૂઆત કરવા દીધી ન હતી.’

અમારી રજૂઆત હતી કે, ‘સરકાર વર્ષ -2018 માં તલાટીના ફોર્મ ભરાયા છે. જેની હજુ સુધી પરીક્ષા લઇ શકી નથી. તો એ પરીક્ષા તાત્કાલીક લેવાય. આ ઉપરાંત એલ.આર.ડી.ની ભરતી બાબતે અને ખેડૂતોને ટેકાના ભાવ મળી રહે તે માટે તેમજ ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિમાં લૂંટવામાં આવે છે.
તે લૂંટ બંધ થાય તે 4 મુદ્દાની રજૂઆત હતી. પરંતુ અમને રજૂઆત કરવા દીધી નથી અને લોકશાહીમાં દરેકને રજૂઆત કરવાનો હક્ક હોય છે. પરંતુ લોકોના મતથી ચૂંટાયેલી સરકાર કોઇની રજૂઆત સાંભળવા તૈયાર નથી. આથી હવે જ્યારે જ્યારે ભાજપની સભા થશે ત્યાં અમે આ રીતે જ વિરોધ કરીશું.’

ડીસામાં આવેલા માર્કેટયાર્ડમાં જ્યારે મુખ્યમંત્રીની સભા ચાલી રહી હતી. તે દરમિયાન યુવક રોહીત માળી લેખિતમાં રજૂઆત કરવા માટે મુખ્યમંત્રી પાસે મંચ પર જ પહોંચી ગયો હતો. કાર્યક્રમ પૂરો થતાં જ મુખ્યમંત્રી સભા સ્થળ છોડી રહ્યા હતા.
ત્યારે આ યુવક સ્ટેજ પર પહોંચી જતાં પોલીસે અને ભાજપના કાર્યકરોએ આ શખ્સને મુખ્યમંત્રી નજીક જતાં અટકાવીને તેના હાથમાં રહેલો કાગળ છીનવી લીધો હતો.
ત્યારબાદ યુવક રોહીત માળીને સ્ટેજથી દૂર લઇ જઇ અને પોલીસને હવાલે કર્યો હતો. પરંતુ પોલીસે આ શખ્સની અટકાયત કરી લેતાં તે સ્ટેજ પર કેમ ચઢ્યો હતો અને તેના હાથમાં રહેલા કાગળમાં શું લખાણ હતું તે અંગે લોકોમાં અનેક સવાલો ઉઠવા પામ્યા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!