ડીસામાં ગાડી આવડતી ના હોવા છતાં ચાલુ કરતાં નહેરમાં ખાબકતા યુવકનું સારવાર દરમિયાન મોત

- Advertisement -
Share

ડીસાના મુડેઠા ગામે સેન્ટીંગનું કામ કરવા માટે ગયેલા યુવકને ગાડી આવડતી ન હોવા છતાં ચાલુ કરતા નહેરમાં ખાબકી હતી. જેમાં તેનું મોત થયું હતું. પ્રભાતજી ખુમાજી ઠાકોર ગામના ભાલુજી ચતુરજી ઠાકોર સાથે સેન્ટિંગના કામે ડીસા તાલુકાના મુડેઠા ગામે મજૂરીએ ગયા હતા. જ્યાં રતનસિંહ સુખાજી રાઠોડના ત્યાં ટાંકી બનાવવાની કામગીરી કરતા હતા.

 

દરમિયાન પ્રભાતજીને ગાડી આવડતી ન હોવા છતાં ભાલુજી ઠાકોરની ગાડી નંબર GJ-08-A-3714 ચાલુ કરી હતી અને બાજુમાં આવેલી કાચી કેનાલમાં ગાડી સાથે પડ્યા હતા. આ અકસ્માતમાં પ્રભાતજીને ગંભીર ઇજાઓ થતા ડીસા, પાટણ, ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. ગુરુવારે રાત્રે સારવાર દરમિયાન પ્રભાતજીનું મોત થયું હતું.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!