ડીસાના ઝેરડા નજીક બાઇક સ્લીપ ખાતાં દંપતિ અને બહેન ઘાયલ

- Advertisement -
Share

ઇજાગ્રસ્ત દંપતિ અને બહેનને સારવાર અર્થે 108 વાન એમ્બ્યુલન્સ મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

ડીસા તાલુકાના ઝેરડા ગામ નજીક શુક્રવારે બાઇક પર ડીસા તરફ આવી રહેલા દંપતિ અને બહેનને બાઇક સ્લીપ ખાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જયારે તેમને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકામાં વધતા જતાં અકસ્માતોમાં રોજેરોજ અનેક અકસ્માતો સામે આવી રહ્યા છે. ખાસ કરીને બાઇક સવારોને રોજેરોજ અનેક અકસ્માતો નડી રહ્યા છે.

વારંવાર સર્જાતા બાઇક સવારના અકસ્માતના પગલે અત્યાર સુધી અનેક માસૂમ જીંદગીઓ મોતને ભેટી છે. ત્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ત્યારે વારંવાર સર્જાતા અકસ્માતના પગલે લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે. ત્યારે આવો જ એક અકસ્માત શુક્રવારે ડીસા તાલુકાના ઝેરડા ગામ નજીક સર્જાયો હતો.

 

જેમાં ડીસાના ઝેરડા ગામથી બાઇક પર સવાર થઇ ડીસા તરફ આવી રહેલા દંપતિ અને બહેનનું બાઇક અચાનક ઝેરડા રોડ પર સ્લીપ ખાઇ જતાં ત્રણેય વ્યકિતઓ રોડ પર પટકાયા હતા.
રોડ પર પટકાતાંની સાથે જ ત્રણેય લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
જે બાદ અકસ્માતમાં ઇજાગ્રસ્ત દંપતિ અને બહેનને સારવાર અર્થે 108 વાન એમ્બ્યુલન્સ મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!