થરાદ-સાંચોર હાઇવે પર પીકઅપ જીપડાલું પલ્ટી ખાતાં એક યુવકનું મોત

- Advertisement -
Share

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા : મૃતકની લાશને પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ

થરાદ-સાંચોર હાઇવે પર આવેલ ખોડા ગામ નજીક મંગળવારે રાજસ્થાનના સાંચોર તરફથી એરંડા ભરીને આવી રહેલા પીકઅપ જીપડાલાના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં પલ્ટી ખાઇ ગયું હતું. જેમાં એક યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે, થરાદ-સાંચોર હાઇવે પર મંગળવારે રાજસ્થાનના સાંચોર તરફથી એરંડા ભરી પીકઅપ જીપડાલું માર્કેટયાર્ડમાં વેચાણ અર્થે આવી રહ્યા હતા.

તે દરમિયાન ખોડા ગામ નજીક પીકઅપ જીપડાલા નં. MH-48-AY-4562 ના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં પલ્ટી ખાઇ ગયું હતું.

જેમાં એક યુવકનું મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે અકસ્માતને પગલે મોતને ભેટેલા મૃતકના મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!