ડીસામાં નગરપાલિકા અને હાઇવે ઓથોરિટી વચ્ચે ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઈટનો મુદ્દો ગુચવાયો

Share

ડીસામાં બનાવવામાં આવેલ ઓવરબ્રિજ ઉપર અને નીચે સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવેલી છે પરંતુ બિલ ભરવાને લઇ વિવાદ છેડાયો છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બિલ ભરવા માટે નગરપાલિકાને કહેતાં પાલિકાએ હાથ અધ્ધર કર્યા.

[google_ad]

વેપારી મથક ડીસા શહેરમાંથી ગુજરાતનો સૌથી વધુ લંબાઈ ધરાવતો અને 107 સિન્ગલ પિલ્લર ધરાવતો એલિવેટેડ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. જે ઓવરબ્રિજ ઉપર અને નીચે મળી કુલ 700થી વધુ હાઇ વોલ્ટેજની લાઇટો લગાવવામાં આવી છે. ઓવરબ્રિજ તૈયાર થયા બાદ નેશનલ હાઇવે ઓથોરિટીએ સ્ટ્રીટ લાઈટનું બિલ ભરવા માટે ડીસા નગરપાલિકાને લેખિત જાણ કરવામાં આવી હતી.

[google_ad]

ઓવરબ્રિજના લોકાર્પણ બાદ પણ ઉપર અને નીચે અંધકાર છવાયેલો જોવા મળતાં અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. જોકે, નેશનલ હાઇવે ઓથોરિટીએ સ્ટ્રીટ લાઈટ બિલ ભરવાની જવાબદારી ડીસા નગરપાલિકાને સોંપી છે પરંતુ ડીસા નગરપાલિકાએ પોતાની આર્થિક સ્થિતિ ધ્યાને રાખી આ સ્ટ્રીટ લાઈટ બિલ ભરવાનો ઇનકાર કરતો પત્ર હાઇવે ઓથોરીટીને લખ્યો છે. જેથી ડીસા નગરપાલિકા અને હાઇવે ઓથોરિટીની વચ્ચે સ્ટ્રીટ લાઈટના મુદ્દે અસંમજસ ઉભી થઇ છે.

[google_ad]

ડીસા શહેરમાં લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટનું દર મહિને સાતથી આઠ લાખ રૂપિયા વિજ બિલ આવે છે. આ ઉપરાંત બોર સહિતનું વિજ બિલ 40 લાખ ઉપરાંત છે. જેથી ઓવરબ્રિજ પર નાખવામાં આવેલી સ્ટ્રીટ લાઇટનું બિલ અમો ભરી શકીએ તેવી વ્યવસ્થા નથી તેમ ડીસા નગરપાલિકાના મુખ્ય અધિકારી ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું હતું.

 

From – Banaskantha Update


Share