ડીસામાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે મહેસૂલી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યાં : દૂરદૂરથી આવેલા અરજદારોને ધરમ ધક્કા

- Advertisement -
Share

આંદોલનની શરૂઆત : સરકારી કચેરી સૂમસામ : 17 જેટલી પડતર માંગણીઓ નહીં સંતોષાય તો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી

ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં સોમવારે મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી સરકાર સામે લડત આરંભી છે.
જીલ્લામાં 461 મહેસૂલી કર્મચારીઓએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી 17 જેટલી પડતર માંગણીઓ નહીં સંતોષાય તો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે.

જૂની પેન્શન યોજનાના અમલીકરણ સહીત વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકારી કર્મચારીઓ આંદોલનના માર્ગે છે. ત્યારે ડીસા મહેસૂલી કર્મચારી મંડળના આગેવાન ધનજીભાઇ જોષીએ જણાવ્યું હતું
કે, ‘જૂની પેન્શન યોજના સહીતના મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિકાલ માટે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળની સાથે બનાસકાંઠા જીલ્લાના 461 જેટલાં મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યાં છીએ.
મહેસૂલી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના લાગુ કરવા, ફીક્સ પગાર પ્રથા બંધ કરવી અને 7 માં પગાર પંચના વિવિધ ભથ્થાની ચૂકવણી સહીતના 17 જેટલાં પડતર પ્રશ્નોને લઇ સોમવારે રાજ્યની સાથે બનાસકાંઠામાં પણ કર્મચારીઓએ લડત આરંભી છે.

ઉપરાંત જો સરકાર નિરાકરણ નહીં લાવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.’ મહેસૂલી કર્મચારીઓ સોમવારે હડતાળ પર ઉતરતાં જ અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
બનાસકાંઠા જીલ્લાની સરકારી કચેરીમાં આવતાં અરજદારોને ધક્કા ખાઇને પાછા જવું પડયું હતું. જેથી સરકાર કર્મચારીઓ સાથે યોગ્ય નિર્ણય કરી લોકોને ધક્કા ખાવાની હેરાનગતિમાંથી મુક્તિ અપાવે તેવી રજૂઆત કરી હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!