ડીસા દક્ષિણ પોલીસે 3 બાઈક ચોર ઝડપી પાડી કાર્યવાહી કરી

- Advertisement -
Share

ડીસા ખાતે આવેલ એ.સી.ડબ્લ્યુ ચાર રસ્તા નજીક ડીસા દક્ષિણ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન 2 યુવક એક મોટરસાયકલ નંબર પ્લેટ વગર લઈ આવેલ તેને રોકાવી પૂછપરછ કરતા મોટર સાયકલ ચોરી કર્યા હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ ડીસા દક્ષિણ પોલીસએ વધુ પૂછપરછમાં અન્ય 3 બાઈક ચોરી કરી હોવાનું કબુલ કર્યું હતું.

[google_ad]

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં વાહન ચોરીના બનાવમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે આજે ડીસા દક્ષિણ પોલીસ મથકનો સ્ટાફ ડીસા ખાતે આવેલ એ.સી.ડબ્લ્યુ ચાર રસ્તા નજીક પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન 2 ઈસમો શંકાસ્પદ નંબર પ્લેટ વગર મોટરસાઈકલ લઈ આવતો હોવાનું માલુમ પડતા પોલીસે પૂછપરછ કરતા બાઇકની ચોરી કરી હોવાનું કબુલ કર્યું હતું.

[google_ad]

ત્યારબાદ પોલીસે વધુ પૂછપરછમાં ત્રણ ઈસમો ડીસા શહેરમાં અલગ-અલગ ચાર જગ્યાથી મોટરસાયકલની ચોરી કરી હતી હોવાનું કબૂલ કર્યું હતું અને મોટર સાયકલનું પૂછતા ચોરી કરેલ મોટરસાયકલ અન્ય એક થરાદ ખાતે રહેતા આરોપીના ઘરે રાખેલ હોવાનું પણ જણાવેલ. ત્યારબાદ ડીસા દક્ષિણ પોલીસએ થરાદ ખાતેથી આરોપીને પણ ઝડપી પાડેલ અને ડીસામાંથી અલગ અલગ જગ્યાએથી 4 મોટરસાયકલની ચોરી થયેલી આ તમામ બાઈક સાથે 3 શખ્સોને ઝડપી પાડી જેલ હવાલે કર્યા.

 

[google_ad]

— ઝડપાયેલા આરોપી —

(1) હિતેશકુમાર સોનારામ ગેલોત રહે. આશાપુરા સોસાયટી, ભોંયણ

(2) અરવિંદભાઈ વિહાભાઇ રાવળ રહે. મોટીઆખોલ પ્રાથમિક શાળાની પાછળ, ડીસા

(3) હાર્દિક ઉર્ફે લલો રાજુભાઈ ધોબી રહે. ચામુંડાનગર, થરાદ

 

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!