મહિલા પર અત્યાચાર: ડીસાની દીકરીને તેના સાસરી પક્ષ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપતા નોંધાઇ ફરિયાદ

- Advertisement -
Share

ડીસા તાલુકાના ભાચરવા ગામની દીકરીને તેના સાસરી પક્ષ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરતા ભાચરવા ગામની દીકરીએ તેના સાસરી પક્ષના 6 શખ્સો વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.

 

મહિલા પર થતા અત્યાચાર દિનપ્રતિદિન વધી રહ્યા છે તો બીજી તરફ મહિલા પર તેમના સાસરિયા પક્ષ દ્વારા પણ શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરી મારઝૂડ કરી ઘરેથી નીકાળી મૂકવાના બનાવો પણ એક પછી એક સામે આવી રહ્યા છે.

 

ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા ખાતે આવેલ ભાચરવા ગામ ખાતે રહેતા દેવુભાઈ જેસુંગભાઇ પરમાર તેની દીકરી લક્ષ્મીબેનના આજથી 14 વર્ષ અગાઉ પમરૂ ગામના ગણપતભાઇ હેમાભાઈ ડાભી સાથે સમાજના રીતરિવાજ મુજબ લગ્ન થયેલ તેમજ લક્ષ્મીબેન નાના ભાઇના પણ સાટામાં લક્ષ્મીબેન આનંદ સાથે સગાઈ થયેલી શરૂઆતમાં સાત વર્ષ સુધી સારી રીતે રાખેલ જે બાદ લક્ષ્મીબેન નાના ભાઈની સગાઈ તેમની નણંદ સાથે થયેલી હતી જેથી લક્ષ્મીબેન આ પરિવારે લક્ષ્મીબેનના સાસરી પક્ષના લોકોને લગ્ન કરવા બાબતે કહેતા જેથી લક્ષ્મીબેન પતિ લક્ષ્મી બેનને કહેવા લાગેલા કે તું મને ગમતી નથી અને તારા પિતાના ઘરેથી દહેજ પણ લાવી નથી જેથી તું તારા પિતાના ઘરે જતી રે અને દહેજ લઈને આવજે અને જો દહેજ ન લાવે તો ઘરે પાછી પરત આવતી ના તેમ કહી લક્ષ્મીબેનના પતિ ગણપતભાઇ હેમાભાઈ ડાભી તેમજ તેમની સાસુ પારૂબેન હેમાભાઇ ડાભી તેમજ સસરા હેમાભાઈ ધનાભાઇ ડાભી તેમજ દિયર દિનેશભાઈ હેમાભાઈ ડાભી સહિત લક્ષ્મીબેનને ઘરમાં ગડદાપાટુનો માર મારવા લાગેલ.

 

જે બાદ લક્ષ્મીબેન અને બૂમાબૂમ કરતાં બાજુમાં રહેતા કાકા સસરા મેવાભાઈ ધનાભાઇ ડાભી તેમજ ભગાભાઇ ધનાભાઇ ડાભી આવેલા અને લક્ષ્મીબેનને કહેવા લાગ્યાં કે તારા પિતાના ઘરેથી દહેજમાં કઈ પણ લાવી નથી અને તારા ભાઈના અમારા પરિવારની દિકરી સાથે લગ્ન કરવા છે. એમ કહી માં બહેન સામે ભૂંડી ગાળો બોલવા લાગેલા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગેલ જે બાદ લક્ષ્મીબેન આજીજી કરવા લાગેલ પરંતુ તેના સાસરિ પક્ષના લોકોએ લક્ષ્મીબેનને ઘરેથી કાઢી મૂકતા લક્ષ્મીબેન સાત માસના ગર્ભ સાથે તેમના પિતાના ઘરે આવેલ.

 

જે બાદ સમગ્ર ઘટનાની વાત તેમના પરિવારને કરતા પરિવારે પોતાના દીકરીનો ઘર સંસાર ન બગડે જેથી સમાધાન કરવા આવેલ નહિ. જે બાદ તા.26/ 07/2021 ના રોજ લક્ષ્મીબેનના પતિ ગણપતભાઇ હેમાભાઈ ડાભી તેમજ સસરા હેમાભાઈ ધનાભાઈ ડાભી ભાદરવા ગામે લક્ષ્મીબેન પિતાના ઘરે આવેલ અને કહેવા લાગેલા કે અમોને છૂટાછેડા આપી દો નહિતર તને અને તારા દીકરાને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપવા લાગેલા જે બાદ આજરોજ ડીસા તાલુકા પોલીસ મથકે લક્ષ્મીબેનને તેના પતિ ગણપતભાઇ હેમા ભાઈ ડાભી તેના સસરા હેમાભાઈ ધનાભાઈ ડાભી તેમજ તેની સાસુ પારૂબેન હેમાભાઇ ડાભી તેના દિયર દિનેશભાઈ હેમાભાઈ ડાભી કાકા સસરા મેવાભાઈ ધનાભાઇ ડાભી તેમજ ભગાભાઇ ધનાભાઇ ડાભી વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરી અને જીવથી મારી નાખવાની ધમકી આપતા તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!