બગોદરા-વટામણ હાઇવે પર ટ્રક પાછળ તુફાન ગાડી ઘૂસી જતાં 3 વ્યક્તિઓના મોત : 10 વ્યક્તિઓ ઘાયલ

Share

 

બગોદરા-વટામણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 ના મોત નિપજ્યા છે તો અન્ય 10 વ્યક્તિઓને ઇજાઓ પહોંચી છે. એકાએક ટ્રક પાછળ એક તુફાન ગાડી ઘૂસી જતાં અકસ્માત સર્જાયો છે.

 

 

બગોદરા-બાવળા-ફેદરા સહીતની 108 ની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હાલમાં બગોદરા આરોગ્ય કેન્દ્ર પર ખસેડાયા છે. અકસ્માત થયેલી તુફાન કારમાં સવાર લોકો રાજકોટની અલગ-અલગ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો છે.

 

 

તેઓ રાજકોટથી વાપી ક્રિકેટ રમવા માટે સ્પર્ધામાં ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઇને વધુ તપાસ હાથ ધરાઇ રહી છે.

 

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મિડીયાના કોર્ડિનેટર ભાર્ગવ પઢિયારના દિકરો અકસ્માતમાં મોત નિપજતાં રાજકોટ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઇ રાજપૂત, હેમાંગભાઇ વસાવડા અને પ્રવિણભાઇ સોરાણી બગોદરા આવવા રવાના થઇ ગયા હતા. અકસ્માતમાં મૃતક અને ઇજાગ્રસ્તોને સરકારે સહાયની જાહેરાત કરી છે.

 

 

શિક્ષણ મંત્રીએ આ અકસ્માતમાં જીવ ગુમાવનાર 3 વ્યક્તિઓ માટે દુઃખની લાગણી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, ‘ઘટનાની જાણ થતાંની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યંત દુઃખની લાગણી વ્યક્ત કરીને સ્થાનિક વહીવટી તંત્રને સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવી મોનીટરીંગ કરવા સુચનાઓ આપી હતી.

 

 

જ્યારે ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા 3 વ્યક્તિઓને પ્રત્યેકને રૂ. 4 લાખની સહાય આપવાની અને ઇજાગ્રસ્ત થયેલ વ્યક્તિઓને વ્યક્તિ દીઠ રૂ. 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.’

 

 

કમનસીબોના નામ

– વિશાલભાઇ મુકેશભાઇ ઝરીયા
– હર્ષલભાઇ ભાર્ગવભાઇ પઢિયાર
– ઇશીતાબેન ધોળકીયા

 

ઇજાગ્રસ્તોના નામ

– અવનીબેન અશોકભાઇ ડોડીયા (ઉં.વ.આ.16)
– ક્રીષ્નાબેન કલ્પાભાઇ બારોટ (ઉં.વ.આ. 16)
– એકતાબેન નિલેશભાઇ લીંબાચીયા (ઉં.વ.આ.17)
– એક અજાણ્યો વ્યક્તિ (ઉં.વ.આ.25)
– હીરલબેન મગનભાઇ નંદવાણા (ઉં.વ.આ.18)
– ધનવાનભાઇ મનિષકુમાર ગઢીયા (ઉં.વ.આ. 40)

 

અમદાવાદ જીલ્લાના ધંધૂકા-બગોદરા રોડ પર આવેલા હરિપુરા પાટીયા નજીક ચારેક માસ પહેલાં ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં બેઠેલી ચાર મહીલાના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા.

 

જ્યારે બે વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. ઇકો કાર પૂરઝડપે જતી હતી અને આગળ ઉભેલી ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.

 

ચારેક માસ અગાઉ ધંધૂકા-બગોદરા હાઇવે પર વહેલી સવારે 5:00 કલાકે સૌરાષ્ટ્ર તરફ 56 લોકોને ટૂરમાં લઇને જતી પ્રાઇવેટ બસ ધંધૂકા તાલુકાના ખડોળ ગામના પાટીયા નજીક પલ્ટી મારી જતાં બસમાં સવાર 56 લોકોમાંથી 35 લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમાં 3 બાળક સહીત 11 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share