કડીના મણિપુરમાં ઘરમાં અચાનક વિકરાળ આગમાં 2 ભાઇઓ ભડભડ સળગ્યા : જીવ બચ્યા બાદ પણ હજી સુધી ધ્રૂજી રહ્યા છે

- Advertisement -
Share

બંને સગા ભાઇઓને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં રીફર કર્યાં

 

કડીના મણિપુર ગામમાં રહેતાં 2 પરપ્રાંતિય ભાઇઓને આજની ઘટના જીવનભર યાદ રહેશે. જ્યાં બંને ભાઇઓ નોકરીથી પરત ફરી જમી પરવારીને બેઠા હતા અને એવું તો શું બન્યું કે અચાનક આગ ભભૂકી ઉઠી
હતી અને જોતજોતામાં એવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે, બંનેને ભાગવા જેટલો સમય પણ ન મળ્યો હતો. ઘરના સરસામાન થકી બંને ભાઇઓ આ આગની લપેટમાં આવીને દાઝી ગયા હતા.
આજુબાજુના રહેવાસીઓને આ ઘટનાની જાણ થતાં બંનેને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં સારવાર દરમિયાન પણ બંને ભાઇઓ ધ્રૂજી રહ્યા હતા. તેમને તે સમયે બનેલી ઘટનાનો અહેસાસ કરાવી રહી છે.

આ અંગેની વિગત એવી છે કે, કડી તાલુકાના મણિપુર ગામની અંદર રહેતાં અને મણિપુરની સીમની અંદર આવેલા હરા પેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અંદર નોકરી કરે છે.

રાજસ્થાનના રહેવાસી રવિન્દ્ર ખાટ અને લક્ષ્મણ ઉર્ફે લચ્છુ ખાટ જેઓ નોકરી કરીને રાત્રે 8:00 વાગ્યે આશરામાં ભાડાના મકાનમાં મણિપુર પોતાના ઘરે આવ્યા હતા.

ઘરે આવ્યા બાદ બંને ભાઇઓએ રસોઇ બનાવી હતી અને જમીને તેઓ બેઠા હતા. ત્યાં અચાનક જ ઘરની અંદર આગ લાગતાં સરસામાન સહીત તેઓ બંને પણ આગની લપેટમાં આવી ગયા હતા.
આજુબાજુના લોકોને આગની જાણ થતાં તેઓ તાત્કાલીક દોડી આવ્યા હતા અને બંને ભાઇઓને આગની લપેટમાંથી બહાર કાઢી કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા.

 

આગની લપેટમાં આવેલા બંને ભાઇઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. આ ઘટનામાં બંને ભાઇઓના એકપણ એવા અંગ ન હતા કે જે દાઝયા ન હોય. સારવાર દરમિયાન પણ જ્યારે તેમને પાટા બાંધવામાં આવ્યા હતા અને સારવાર ચાલી રહી હતી.
તે દરમિયાન પણ બંને ભાઇઓ બનેલી ઘટનાને યાદ કરીને ધ્રૂજતા હોય એવા દૃશ્યો સામે આવ્યા હતા. જ્યાં તેમની સારવાર દરમિયાન વધારે તબિયત બગડતાં બંનેને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં રીફર કર્યાં હતા.

કડીના મણિપુર ગામની અંદર અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી અને 2 સગા ભાઇઓ ગંભીર રીતે આગની લપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝયા હતા.

જ્યાં સ્થાનિક લોકોને પૂછ્યું તો તેમનું કહેવું હતું કે, રાત્રિના 9-9:30 વાગ્યાના અરસામાં ઓરડીમાં ધડાકો થયો હતો અને આગ ભભૂકી હતી.
જ્યાં અંદર રહેતાં 2 લોકો દાઝયા હતા. ઓરડીના અંદર જોયું તો ગેસની સગડી ઉંધી પડી ગયેલી હતી અને ઘરનો સામાન વેરવિખેર પડયો હતો.
આ ઘટનામાં અંદર રહેલા બંને લોકો દાઝી ગયા હતા. તેમને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં બંને સગા ભાઇઓને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં રીફર કર્યાં હતા.
આ ઘટનાની જાણ બાવલું પોલીસને થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને કંપનીના માલિકને જાણ થતાં કંપનીના માલિક સહીતનો સ્ટાફ કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં દોડી આવ્યો હતો.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!