દિયોદર કોર્ટે દેશમાં ગેરકાયદેસર ઘુસી આવનાર બે બાંગ્લાદેશની યુવતીઓને 7 વર્ષની સજા ફટકારી

- Advertisement -
Share

દિયોદર હાઈવે વિસ્તારમાં ખાનગી ગેસ્ટ હાઉસમાંથી 6 માસ અગાઉ કોઈ પણ પાસપોર્ટ કે વિઝા વગર બનાવટી ભારત દેશનું આધારકાર્ડ બનાવી બે બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ હતી.

 

જેમની સામે દિયોદર પોલીસે ફોરેનર્સ એક્ટ તેમજ આધાર એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો. આ અંગેનો કેસ દિયોદર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા બુધવારે બંને બાંગ્લાદેશી મહિલાઓને સાત વર્ષની કેદ અને 10,000નો દંડ ફટકાર્યો હતો.

 

દિયોદર હાઇવે વિસ્તારમાં આવેલ ખાનગી ગેસ્ટ હાઉસમાં છ માસ અગાઉ ગત પાંચ માર્ચ 2022ના રોજ બે બાંગ્લાદેશી મહિલાઓ ખાતુંન રત્ના અસલમ દિન મહમદ મુલા મુસ્લિમ (મૂળ રહે. બાંગ્લાદેશ હાલ અમદાવાદ કાલુપુર) તેમજ હીરાબેન મીઠું શેખ લુકુત શેખ મુસ્લિમ (મૂળ રહે બાંગ્લાદેશ હાલ રહે કાલુપુર અમદાવાદ) સામે બાંગ્લાદેશની સરહદ પાર કરી ફોરેનર્સ એક્ટ તેમજ બનાવટી આધાર કાર્ડ બનાવવાના ગુનામાં બંને સામે દિયોદર પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

 

જે અંગેનો કેસ બુધવારે દિયોદર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડો. એમ..એસ. પાંડે ની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એસ આર બ્રાહ્મણની દલીલો ગ્રાહ્ય રાખી વિવિધ કલમો અનુસાર બંને મહિલા આરોપીઓને ગુનામાં કસૂરવાર ઠેરાવી સાત વર્ષની સાદી કેદ તેમજ દસ હજાર રૂપિયા દંડ ફટકાર્યો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!