ડીસામાં એક જ સપ્તાહમાં 2 સગીરાઓનું અપહરણ થતાં ચકચાર

- Advertisement -
Share

લગ્નની લાલચે 2 સગીરાઓને ભગાડી જનાર 2 શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

ડીસા નજીક વધુ એક ખેડૂત પરિવારની સગીર દીકરીને ધાનપુરા ગામનો યુવક લગ્નની લાલચ આપી ભગાડી જતાં ચકચાર મચી ગઇ છે. એક જ સપ્તાહમાં તાલુકામાંથી 2 સગીરાઓને ભગાડી જતાં ડીસા તાલુકા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના એક ગામમાં રહેતાં ખેડૂત ગત તા. 16 સપ્ટેમ્બરના રોજ જમીને પરિવારજનો સાથે રાત્રે ઘરમાં સૂતા હતા. મોડી રાત્રે તેઓ ખેતરમાં આંટો મારી ઘરે પરત આવ્યા હતા.
ત્યારે તેમની સગીર દીકરી ખાટલામાં સૂતી હતી. જોકે, સવારે 6 વાગ્યે તેમની પત્ની જાગી ત્યારે પથારીમાં તેમની સગીર દીકરી જોવા ન મળતાં આજુબાજુમાં અને સગા-સબંધીને ત્યાં તપાસ કરતાં દીકરીનો ક્યાંય પત્તો લાગ્યો નહી.

 

તે દરમિયાન પરિવારજનોને શંકા થઇ કે, તેમના ત્યાં કડીયા કામ કરવા આવેલ ધાનપુરા ગામનો સુરેશજી ઠાકોર તેમની સગીર દીકરીને ભગાડી ગયો હશે. જેથી ધાનપુરા ગામમાં તપાસ કરતાં તે પણ ઘરે મળી આવેલ નહી.
જેથી ખેડૂતે તેમની 16 વર્ષિય સગીર દીકરીને સુરેશજી રમેશજી ઠાકોર લગ્ન કરવાના ઇરાદે લલચાવી-ફોસલાવી ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
ડીસામાં એક જ સપ્તાહમાં 2 અલગ-અલગ જગ્યાએથી 2 સગીરાઓને લગ્નની લાલચ આપી ભગાડી જતાં ડીસા તાલુકા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!