ડીસામાં હીન્દુ યુવા સંગઠને 4 જરૂરીયાતમંદ પરિવારોને મકાન બનાવી આપ્યા

- Advertisement -
Share

મકાન મળતાં વિધવા, અપંગ અને ગરીબ મહીલાઓના ચહેરા ઉપર સ્મિત રેલાવ્યું

 

ડીસાના હીન્દુ યુવા સંગઠન દ્વારા 4 જરૂરીયાત મંદ પરિવારોને મકાન બનાવી આપી સામાજીક દાયિત્વ નિભાવવામાં આવ્યું હતું. પ્રમુખ નીતિનભાઇ સોનીએ જણાવ્યું હતું કે, ‘સંગઠન દ્વારા અનેકવિધ સેવાના
કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં ડીસામાં રહેતાં ગરીબ, અપંગ, વિધવા બહેનો ઘર વિહોણી હોઇ શિયાળા, ઉનાળા અને ચોમાસાની ઋતુમાં ખૂબ જ મુશ્કેલીમાં મૂકાતી હતી.

 

જેમને સંગઠનના દીપકભાઇ કચ્છવા, અમિતભાઇ ત્રિવેદી, પ્રકાશસિંહ સોલંકી, જયદીપભાઇ ચોખાવાલા, આકાશ કે. સોની, આકાશ એમ. સોની, ઘનશ્યામભાઇ સોની સહીતની મદદથી ઝૂંપડા અને કાચા મકાનો
તોડી તે જગ્યાએ સુવિધા યુક્ત પાકા મકાનો બનાવી આપ્યા છે. આ પરિવારોના ચહેરા ઉપર સ્મિત રેલાયું છે જેનો અમને અનહદ આનંદ છે.’
ડીસાના નવાપુરામાં રહેતાં હંસાબેન દેવીપૂજકના પતિ ચેતનભાઇની આંખોમાં મોતીજરા અને અસ્થમાની બિમારી હોવાથી છૂટક મજૂરી કરવા સાથે 5 દીકરીઓની દેખભાળ કરતા હતા.
ફાટેલી ઝૂંપડીમાં તાડપત્રી નાખી પરિવાર રહેતો હતો અને ભીખ માંગી ગુજરાન ચલાવતો હતો. જેમને નવું મકાન બનાવી આપી ભીખ નહી માંગવાનું વચન લેવડાવ્યું હતું.

 

નર્મદાબેન નાથુભાઇ માજીરાણા વિધવા છે. બંને પગે અપંગ હોવાથી ઘસડાઇને ચાલે છે. પરિવારમાં 2 દીકરીઓના લગ્ન થઇ ગયા છે. એક દીકરો પાલનપુર રતનપુર લોક નિકેતન સંસ્થામાં સેવાભાવીની મદદથી ધો. 6 માં અભ્યાસ કરે છે.
વિધવા સહાયના રૂ. 1,250 અને ભણશાલી ટ્રસ્ટમાંથી રૂ. 2,000 ની સહાયથી ગુજરાન ચલાવે છે. જેમનું જર્જરીત મકાન બનાવી આપી ચણતર, પ્લાસ્ટર, કલર અને લાઇટનું કામ કરીને ઘરમાં પૂજા કરાવીને મકાન સોંપ્યું હતું.

 

ડીસાના શિવનગરમાં રહેતાં લક્ષ્મીબેન છૂટક કામ કરી એક દીકરો-દીકરીનું માંડ ગુજરાન ચલાવે છે. મકાન એકદમ જર્જરીત હાલતમાં હતું. વરસાદમાં પતરામાંથી પાણી પડતું હતું.
આ મકાનને પાડીને પાયાથી માંડીને ચણતર પ્લાસ્ટર, કલર, લાઇટ એમ બધી વ્યવસ્થા કરી આપી હતી. પાંચમાં નવરાત્રિએ મકાન તેમને સોંપવામાં આવ્યું હતું.

 

ડીસાના રાજપુર લોધાવાસમાં રહેતાં વિધવા માજીનું મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. ચાલુ વરસાદે મકાન પડી ગયું હતું. તે પોતે આગળ પાછળ કોઇ હતું નહી. આથી માત્ર 15 દિવસમાં પાકું પતરાવાળુ સુવિધાવાળુ મકાન બનાવી આપ્યું હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!