ચીને સ્પેસ સ્ટેશનના નિર્માણ માટે 3એસ્ટ્રોનટ અંતરીક્ષમાં રવાના કર્યા

- Advertisement -
Share

છેલ્લે ચીને વર્ષ 2016 માં માનવયુકત મિશન સ્પેસમાં મોકલ્યું હતું

ચીન કમ્યૂનિસ્ટ પાર્ટીની સ્થાપનાના 100 વર્ષમાં કશુંક નવું કરવા ઇચ્છે છે

ચીને પોતાના એક મહત્વના અંતરીક્ષ કાર્યક્રમના ભાગરુપે 3 એસ્ટોનટને અંતરિક્ષયાન દ્વારા અંતરીક્ષમાં રવાના કર્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ ચીને લોંગ માર્ચ, 2 એફ રોકેટ, શેનઝોઉ-12 અંતરિક્ષયાનને ઉત્તરી પશ્ચિમી ચીનના ગોબી રેગિસ્તાનમાં જિઉકવાન સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી લોંચ કર્યા હતા. ચીનના આ અંતરીક્ષ કાર્યક્રમનું પ્રસારણ સરકારી નિયંત્રણ હેઠળની સીજીટીએન ટીવી દ્વારા કરવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે ત્રણ ચીની એસ્ટ્રોનટ ત્રણ મહિના સુધી સ્પેસમાં રહીને ચીની સ્પેસ સ્ટેશનનું કામ પૂર્ણ કરશે. અંતરીક્ષમાં ચીનનું આ સમાનવ સાતમું મિશન છે જયારે અંતરીક્ષ સ્પેસ સ્ટેશન નિર્માણ માટેનું આ પ્રથમ મિશન છે. છેલ્લે ચીને વર્ષ 2016 માં માનવયુકત મિશન મોકલ્યં હતું તે પછી લગભગ પાંચ વર્ષમાં પહેલું મિશન છે.એવું જાણવા મળે છે કે ચીનની કમ્યૂનિસ્ટ પાર્ટીની સ્થાપનાના 100 વર્ષ પુરા થવામાં છે.

 

 

આ સમારોહની ખૂશીના ભાગરુપે અંતરીક્ષ મિશન શરુ કરવામાં આવ્યું છે. ચીને પોતાનું અંતરીક્ષ સ્ટેશન એક વર્ષમાં તૈયાર થઇ જાય તેવું લક્ષ્ય રાખ્યું છે. ચીન અંતરિક્ષ સ્ટેશનનો ઉપયોગ સ્પેસ જાસૂસી માટે પણ કરી શકે છે. ચીનના સાયન્સના સંશોધનો આમ પણ રહસ્યમયી અને જુદાજ પ્રકારના હોય છે થોડાક સમય પહેલા જ ચીનના તિયાંગોન્ગ સ્પેસ સ્ટેશનમાં એવી ટેકનોલોજી વિકસાવવાનો દાવો કર્યો છે જેનાથી મંગળ પર માત્ર 39 દિવસમાં પહોંચી શકાશે. આર્યોન થે્રસ્ટર્સની મદદથી મંગળ પર ઝડપથી પહોંચી શકાય તેવો અહેવાલ ચાઇના મોર્નિગ પોસ્ટમાં પ્રકાશિત થયો હતો. સ્પેસ સ્ટેશનનું પ્રથમ મોડયૂલ્ડ આ ટેકનોલોજીની દિશામાં કામ કરી રહયું છે. આમાં 4 આર્યોન થ્રસ્ટર હોય છે જે પ્રોપલ્શન માટે વીજળીના ઉપયોગથી આયોન્સને એકસલરેટ કરે છે.

 

 

આ મોડયૂલ્ડ ખૂબજ ઝડપથી ઇતિહાસમાં પ્રથમવાર આ ટેકનોલોજીથી માણસોને લઇ જતું સ્પેસક્રાફટ બની શકે છે. આર્યોન ડ્રાઇવ્સ કેમિકલ પ્રોપલ્શન કરતા અનેક ગણું સારું હોય છે. ચાઇનીઝ એકેડમી ઓફ સાયન્સના જણાવ્યા અનુસાર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં એક વર્ષ સુધી ઓર્બિટમાં રાખવા માટે 4 ટન રોકેટ ફયૂલ લે છે જેની સરખામણીમાં આર્યોન થ્રસ્ટર આટલા સમય માટે 400 કિલોની જરુર પડે છે. આની મદદથી મંગળ પર માત્ર 6 થી 8 મહિનામાં નહી પરંતુ 39 દિવસમાં પહોંચી શકાશે. ચીન માત્ર સ્પેસ સ્ટેશન જ નહી સેટેલાઇટ ગુ્પ અને પરમાણુ ઉર્જા ચલાવવા માટે પણ સ્પેસક્રાફટસમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે. આ ટેકનોલોજી નવી છે એવું નથી પરંતુ થ્રસ્ટના કારણે એસ્ટ્રોનોટસના જીવન અને સેટેલાઇટ પર ખતરો વધી જાય છે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!