દાંતા નજીક એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો : બસમાં સવાર 50 મુસાફરોનો આબાદ બચાવ

- Advertisement -
Share

ભેંસો રોડ પર આવવાના કારણે આગળ ચાલતી ટ્રકે બ્રેક લગાવી હતી : સદનસીબે મોટી જાનહાની ટળી

 

દાંતા તાલુકામાં અકસ્માતનો સીલસીલો યથાવત છે. ત્યારે સોમવારે એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અંબાજીથી ખેડા જઇ રહેલી એસ.ટી. બસને અકસ્માત નડયો હતો. અંબાજીથી ખેડા ડેપોની બસને હડાદ નજીક ગનાપીપડી જોડે ટ્રક સાથે અકસ્માત નડયો હતો.
હડાદ નજીક આવેલા ગનાપીપડી ઢાળમાં ટ્રક આગળ ભેંસ આવતાં ટ્રક ચાલકે બ્રેક લગાવતાં પાછળથી આવી રહેલી એસ.ટી. બસ ટ્રકને અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

અકસ્માત સર્જાયેલી એસ.ટી. બસના ડ્રાઇવરે જણાવ્યું હતું કે, ‘અમે બસ અંબાજીથી લઇને ખેડા નીકળતાં હડાદ જોડે આવેલા ગનાપીપડી ઢાળ પર ભેંસો રોડ પર આવવાના કારણે આગળ ચાલતી ટ્રકે બ્રેક લગાવી હતી.
જેમાં એમની બસની ઇમરજન્સી બ્રેક ન લાગતાં ટ્રક સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. એસ.ટી. બસમાં સવાર 50 મુસાફરોને કોઇપણ ઇજાઓ પહોંચી ન હતી. આ ઉપરાંત 50 બસ સવાર મુસાફરોને બીજી બસ મારફતે વ્યવસ્થા કરી આગળ મોકલવામાં આવ્યા હતા.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!