દાંતીવાડાના ડેરીમાં હડમતીયા ડેમમાં 2 શ્રમિકો ન્હાવા પડયા : 1 શ્રમિકનું મોત

- Advertisement -
Share

રાજસ્થાનના 2 શ્રમિકો હડમતીયા ડેમમાં ન્હાવા પડયા હતા

બનાસકાંઠા જીલ્લામાં ગત મોડી રાત્રિથી હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે દાંતીવાડા તાલુકામાં પણ ભારે વરસાદ થવા પામ્યો છે.
દાંતીવાડા તાલુકાના ડેરી ગામમાં 2 શ્રમિકો હડમતીયા ડેમમાં ન્હાવા પડયા હતા. જેમાં એક શ્રમિકનું મોત નિપજ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં એક સપ્તાહથી અવિરત પણે વરસાદ પડી રહ્યો છે. જયારે હવામાન વિભાગની આગાહી મુજબ થતી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહીના પગલે ગત મોડી રાત્રે બનાસકાંઠા જીલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

 

ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે ક્યાંક ખેતરો બેટમાં ફેરવાયા છે.

 

જયારે ભારે વરસાદને લઇ દાંતીવાડામાં નાના-મોટા જળાશયોમાં પણ પાણીની આવક શરૂ થઇ ગઇ છે. દાંતીવાડા તાલુકાના ડેરી ગામમાં રાજસ્થાનના 2 શ્રમિકો ગઇકાલે હડમતીયા ડેમમાં ન્હાવા પડયા હતા.
જેમાં એક શ્રમિકનું મોત નિપજ્યું છે. ગઇકાલે હડમતીયા ડેમમાં ડૂબેલા સમીર નામના યુવકનો મૃતદેહને તંત્ર દ્વારા બહાર નીકાળ્યો છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!