ભડથમાં જૈન યાત્રિક ભવનમાં અજાણ્યા તસ્કરો ત્રાટકતાં ચકચાર

Share

ડીસા તાલુકાના ભડથમાં આવેલ જૈન મંદિરના જૈન યાત્રિક ભવનમાં રવિવારે રાત્રે અજાણ્યા તસ્કરોએ જૈન યાત્રિક ભવનને નિશાન બનાવી રૂ. 1,37,100 ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા છે. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં તસ્કરો હવે શહેર બાદ ગ્રામિણ વિસ્તારને નિશાન બનાવી ચોરીને અંજામ આપી રહ્યા છે.

[google_ad]

 

 

ત્યારે ડીસા તાલુકાના ભડથ ગામમાં આવેલ જૈન મંદિર અને જૈન યાત્રિક ભવન આવેલું છે. જેમાં રવિવારે રાત્રે અજાણ્યા તસ્કરોએ જૈન યાત્રિક ભવનને નિશાન બનાવ્યું હતું.

[google_ad]

અજાણ્યા તસ્કરોએ યાત્રિક ભવનની ઓફીસના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી તિજોરીના તાળાં તોડી જેમાં પડેલ રોકડ રકમ રૂ. 1,25,000 અને બીજા ખાનામાં પડેલ રોકડ રકમ રૂ. 2100 તેમજ બીજી તિજોરીમાં ચાંદીની આશરે 300 ગ્રામની ચેન જેની કિંમત રૂ. 10,000 અને ઓફીસમાં ફાઇલો વેર-વિખેર કરી ચોરી કરી પલાયન થઇ ગયા હતા.

[google_ad]

 

જ્યારે સવારે આઠ વાગ્યે યાત્રિક ભવનમાં ચોકીયાત તરીકે નોકરી કરતાં સોમભા ઠાકોરને જાણ થતાં તેને તાત્કાલીક અશોકકુમાર દીપાજી શાહને ફોન કરીને જણાવ્યું હતું કે, ‘યાત્રિક ભવનનો પાછળનો લોખંડનો દરવાજો ખુલ્લો છે તેવી વાત કરતાં તાત્કાલીક જૈન યાત્રિક ભવનમાં આવી તપાસ હાથ ધરતાં અજાણ્યા તસ્કરો ઓફીસનો દરવાજો તોડી ઓફીસમાં પડેલ તિજોરીના લોક તોડી રોકડ રકમ સહીત ચાંદીની 300 ગ્રામ ચેન સહીત કુલ રૂ. 1,37,100 ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

[google_ad]

 

આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.’

 

From – Banaskantha Update


Share