એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : પાલનપુરમાં આચાર્ય અને પટાવાળો લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

- Advertisement -
Share

શાળામાં ક્લાર્કની ભરતી કરવા રૂ. 16,00,000 ની લાંચ લેતાં ઝડપાયા

પાલનપુરના સર્કીટ હાઉસમાંથી દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલયના આચાર્ય અને પટાવાળો શાળામાં ક્લાર્કની ભરતી કરાવવા માટે રૂ. 16,00,000 ની લાંચ લેતાં રંગેહાથ એ.સી.બી. ની ટીમે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં સરકારી કર્મચારી લોકોનું કામ કરી આપવા માટે લાંચની માંગ કરતાં હોવાની ઘટના સામે આવી રહી છે.

ત્યારે બીજી તરફ જાગૃત નાગરીકો દ્વારા લાંચ માંગતાં અધિકારીઓને ખુલ્લા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક લાંચ લેતાં 2 શખ્સોને એ.સી.બી.ની ટીમે ઝડપી પાડયા છે.

બનાસકાંઠાના દાંતા પંથકમાં આવેલ સર ભવાનસિંહ વિદ્યાલયના આચાર્ય શૈલેષચંદ્ર ચંદ્રવદન મહેતા અને પટાવાળો નરેશ કચરાલાલ જોષી આ બંને સાથે મળીને શાળામાં ક્લાર્કની ભરતી કરવા માટે રૂ. 16,00,000 ની લાંચ માંગી હતી.
પરંતુ જાગૃત નાગરિક દ્વારા લાંચની રકમ આપવી ન હોવાથી તેને એ.સી.બી.ની ટીમને જાણ કરતાં એ.સી.બી.ની ટીમે છટકું ગોઠવ્યું હતું.

 

ગતરોજ પાલનપુર સર્કીટ હાઉસમાં દાંતા સર ભવાનસિંહ વિદ્યાલયના આચાર્ય શૈલેષચંદ્ર ચંદ્રવદન મહેતા અને પટાવાળો નરેશ કચરાલાલ જોષીને રૂ. 16,00,000 ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયા હતા.
આ અંગે પાલનપુર એ.સી.બી. ની ટીમે 2 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયારે એ.સી.બી. ની કાર્યવાહીથી અને લાંચ લેતાં અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!