પાલનપુરના ઉકરડા નજીક બાઇક પાસે ઉભેલા કાકાનું જીપની ટક્કરે સારવાર દરમિયાન મોત

- Advertisement -
Share

પોલીસે જીપ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

 

પાલનપુર તાલુકાના ચડોતરથી મજૂરો લેવા માટે ગયેલા કાકા-ભત્રીજો ઉકરડા ગામ નજીક પસાર થઇ રહ્યા હતા. ત્યારે બાઇક પાર્ક કરીને ભત્રીજો લઘુશંકા કરવા ગયો હતો. તે દરમિયાન જીપ ચાલકે ઉભેલા બાઇકને ટક્કર મારતાં કાકાનું મોત નિપજ્યું હતું.
પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં રહેતાં મૂળ દાંતા તાલુકાના ધરેડાના નોકાભાઇ સાબુરાભાઇ સોલંકી તેમના કાકા બાબુભાઇ માલાભાઇ સોલંકી સાથે સબંધીનું બાઇક નં. GJ-08-એચી-6921 લઇ અમીરગઢ તાલુકાના કરમદી ગામમાં મગફળી ઉખેડવા માટે મજૂરો લેવા માટે ગયા હતા.
જ્યાંથી પરત ફરતી વખતે પાલનપુર તાલુકાના ઉકરડા ગામ નજીક નોકાભાઇ બાઇક પાર્ક કરી લઘુશંકા કરવા ગયા હતા. તે દરમિયાન જીપ નં. GJ-09-M-1659 ના ચાલકે બાઇકને ટક્કર મારી હતી.
જેમાં બાબુભાઇને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે નોકાભાઇએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે જીપ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!