થરાદના મુલપુર નજીક ભારતમાલા પ્લાન્ટમાં લાગતાં દોડધામ

- Advertisement -
Share

Crar રબ્બર ગોડાઉનમાં રબ્બર અને પ્લાસ્ટીક વિભાગમાં અચાનક આગ લાગતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો

 

થરાદના મુલપુર નજીક ગુરુવારે વહેલી સવારે ઇન્ફ્રા બીલ્ડ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી.
જયારે આગ ભભૂકી ઉઠતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જયારે તાત્કાલીક થરાદ ફાયર-ફાઇટર વિભાગને જાણ કરતાં ફાયર-ફાઇટરની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના સરહદી પંથક ગણાતા થરાદમાં ભારતમાલા પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે.
ત્યારે ગુરુવારે વહેલી સવારે થરાદના મુલપુર નજીક ઇન્ફ્રા બીલ્ડ પ્રોજેકટ પ્રા.લી. ના ગોડાઉનમાં ભારતમાલા પ્લાન્ટમાં અચાનક crar રબ્બર ગોડાઉનમાં રબ્બર અને પ્લાસ્ટીક વિભાગમાં અચાનક આગ
ભભૂકી ઉઠતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આગને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

જયારે તાત્કાલીક થરાદ ફાયર-ફાયટર વિભાગને જાણ કરતાં ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
જો કે, ભારતમાલા પ્લાન્ટમાં ક્યાં કારણોસર આગ ભભૂકી તેનું કારણ અકબંધ છે. જયારે આગ લાગવાથી કોઇ મોટી જાનહાની થઇ ન હતી. જયારે ગોડાઉનમાં અચાનક આગ લાગવાથી મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!