બનાસકાંઠા ભાજપમાં ગાબડું પડયું : જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોર્ચાના પૂર્વ પ્રમુખ આપમાં જોડાયા

- Advertisement -
Share

ભારતીય જનતા પાર્ટી વડગામ વિધાનસભાની અંદર કોઇ પ્રકારે કામ સફળતાપૂર્વક કરી શકી નથી

 

ગુજરાત-2022 વિધાનસભા ચૂંટણીને લઇ હલચલ શરૂ થઇ ગઇ છે. જેમાં બનાસકાંઠા જીલ્લામાં ભાજપના પૂર્વ પ્રમુખ અનુસૂચિત જાતિ મોરચા અને પૂર્વ પ્રદેશ કોષાધ્યક્ષ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના સુભાષભાઇ સોનેરીએ શનિવારે ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.
જેને લઇ બનાસકાંઠા જીલ્લાનું રાજકારણ ગરમાયું છે. ભાજપ સાથે છેડો ફાડનાર સુભાષ સોનેરીએ જણાવ્યું હતું કે, ‘ભારતીય જનતા પાર્ટી વડગામ વિધાનસભાની અંદર કોઇ પ્રકારે કામ સફળતાપૂર્વક કરી શકી નથી.

હું છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતો આવ્યો છું. ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે સેવાઓ આપેલી છે.
અનુસૂચિત જાતિના જે કામો કરવાના હોય તે બાબતે મેં ફરજ નિભાવી છે. પરંતુ વડગામ વિધાનસભાની અંદર જે પણ ધારાસભ્યો ચૂંટાઇને આવ્યા છે તે વડગામની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતર્યાં નથી.’
આપનો ખેસ ધારણ કરનાર સુભાષભાઇ સોનેરીએ કહ્યું હતું કે, ‘વડગામ વિધાનસભા બેઠક પર છેલ્લે 1990 માં સ્થાનિક ધારાસભ્ય મુકુંદભાઇ પરમાર ચૂંટાયા હતા. ત્યારબાદ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાંથી આયાતી ઉમેદવારોને જ અહીં ટીકીટ આપવામાં આવી છે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!