જમ્મુમાં એરફોર્સ સ્ટેશનના ટેક્નિકલ એરિયામાં 5 મિનિટની અંદર 2 બ્લાસ્ટ

- Advertisement -
Share

જમ્મુમાં એરફોર્સ સ્ટેશનના ટેક્નિકલ એરિયામાં 5 મિનિટની અંદર 2 બ્લાસ્ટ, વાયુસેનાના 2 જવાનને ઈજા

 

જમ્મુ એરફોર્સ સ્ટેશનના ટેક્નિકલ એરિયાની પાસે બ્લાસ્ટ થવાથી એરફોર્સના 2 જવાનોને સામાન્ય ઈજા થઈ છે. ન્યુઝ એજન્સી ANIના જણાવ્યા મુજબ, અહીં 5 મિનિટના અંતરે બે બ્લાસ્ટ થયા હતા. પ્રથમ બ્લાસ્ટ પરિસરની બિલ્ડિંગની છત પર અને બીજો બ્લાસ્ટ નીચે થયો. ANIના સૂત્રોના જણાવ્યા મુજબ વિસ્ફોટ કરવા માટે બે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંહે એક મીડિયા સાથેની વાતચીતમાં જ ડ્રોન હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ માટેનું ષડયંત્ર સીમાપારથી રચવામાં આવ્યું છે. જોકે સમગ્ર ઘટનાને અહીં આકાર આપવામાં આવ્યો છે.

હુમલાખોર કોણ હતા તે હજી જાણી શકાયું નથી, જોકે શકયતા છે કે વિસ્ફોટ વાળા વિસ્તારમાં ઉભેલા એરક્રાફટ તેમના નિશાન પર હતા. જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંહે ઘટનાને આતંકી હુમલો ગણાવ્યો. તેમણે કહ્યું કે પોલીસ અને IAFની સાથે અન્ય એજન્સીઓ પણ આ મામલાની તપાસ કરી રહી છે.

એરફોર્સની હાઈલેવલ ટીમ તપાસ કરશે
જાણકારી મુજબ, વિસ્ટફોટનો અવાજ ઘણે દુર સુધી સંભળાયો હતો. ઘટના શનિવારે મોડી રાત્રે લગભગ 1.45 વાગ્યાની છે. જ્યાં આ ઘટના થઈ ત્યાં ભારતીય વાયુસેનાનું સ્ટેશન હેડક્વાર્ટર પણ છે. જમ્મુનું મુખ્ય એરપોર્ટ પણ આ કેમ્પસમાં જ આવે છે. વાયુસેન, નેવી અને જમ્મુ કાશ્મીર પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી સમીક્ષા કરી હતી. ભારતીય વાયુસેનાની એક હાઈલેવલ ટીમ આ ઘટનાની તપાસ કરશે.

રક્ષા મંત્રીએ સ્થિતિની જાણકારી મેળવી
રક્ષા મંત્રી રાજનાથ સિંહે જમ્મુના વાયુસેના સ્ટેશન પર થયેલી ઘટના અંગે વાઈસ એર ચીફ એરમાર્શલ એચએસ અરોડા સાથે વાત કરી. રક્ષા મંત્રી કાર્યાલય મુજબ, એરમાર્શલ વિક્રમ સિંહ સ્થિતિની સમીક્ષા કરવા જમ્મુ પહોંચ્યા છે.

વાયુસેનાએ કહ્યું- વિસ્ફોટમાં કોઈ નુકશાન નહીં
ભારતીય વાયુસેનાએ ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર બે લો-ઇંટેંસિટીના વિસ્ફોટ થયા હતા. એક વિસ્ફોટમાં બિલ્ડીંગની છત ડેમેજ થઈ છે, જ્યારે અન્ય એક વિસ્ફોટ જમીન પર થયો હતો, પરંતુ તેમાં પાક કોઈ નુકશાન થયું નથી.

જમ્મુથી એક આતંકવાદી ઝડપાયો
બીજી તરફ જમ્મુ-કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે નરવાલ વિસ્તારમાંથી આતંકીની ધરપકડ કરી છે. તેની પાસેથી 5 કિલો IED જપ્ત કરવામાં આવ્યું છે. તપાસ હજુ ચાલી રહી છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!