દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર : જાણો તેના લેટેસ્ટ ફીચર્સ અને કિંમત

- Advertisement -
Share

મુંબઇ સ્થિત સ્ટાર્ટઅપ કંપની સ્ટ્રોમ મોટર્સે તાજેતરમાં જ તેની મિની ઇલેક્ટ્રિક કારનું પ્રી બુકિંગ શરૂ કર્યું હતું. આ નાની થ્રી-વ્હીલ કારને વિશ્વની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર તરીકે વર્ણવવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીએ અત્યાર સુધીમાં 7.5 કરોડ રૂપિયાની આ કારના લગભગ 165 યુનિટ્સ બુક કર્યાં છે. તમને જણાવી દઈએ કે, આ કારનું બુકિંગ ફક્ત મુંબઇ અને દિલ્હીમાં જ થઈ રહ્યું છે. જે ટૂંક સમયમાં આખા દેશમાં શરૂ થશે.

દેશની સૌથી સસ્તી કાર બુકિંગ માટે તમારે 10 હજાર રૂપિયાની બુકિંગ રકમ જમા કરવાની રહેશે. આ કાર મેટ્રો શહેરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. Storm R3 એ બે દરવાજાવાળી ત્રણ વ્હીલ કાર છે. તેની પાછળના ભાગમાં એક અને આગળ બે પૈડાં છે. મસ્ક્યૂલર લુક સાથે LED લાઇટ્સ, ડ્યુઅલ ટોન અને સનરૂફની સુવિધા યુક્ત આ કાર ખાસ કરીને મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ જેવા શહેરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

કંપનીનો દાવો છે કે Strom R3 સિંગલ ચાર્જ પર 200 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ પ્રદાન કરે છે. આ કારને ચલાવવાનો ખર્ચ પ્રતિ કિલોમીટરમાં માત્ર 40 પૈસા છે. આ કાર ત્રણ વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવશે, જેમાં 120 કિમી, 160 કિમી અને 200 કિમી ડ્રાઇવિંગ રેન્જ સામેલ છે. આ કાર 4 રંગમાં ઉપલબ્ધ છે, જેમાં ઇલેક્ટ્રિક બ્લુ, નિયોન બ્લુ, લાલ અને બ્લેક સામેલ છે.

Storm R3ની ડિઝાઈન અને કદની વાત કરીએ તો આ કારની લંબાઈ 2,907 મીમી, પહોળાઈ 1,405 મીમી, ઉંચાઇ 1,572 મીમી અને 185 મીમીની ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપવામાં આવી છે. આ કારનું કુલ વજન ફક્ત 550 કિલો છે, અને 13 ઇંચના સ્ટીલ વ્હીલનો ઉપયોગ તેને ખૂબ આકર્ષક બનાવે છે.

Storm R3ના ફીચર્સ: કાર આકારમાં નાની છે પણ તેમા ઉત્તમ ફીચર આપવામાં આવ્યા છે. આ કારમાં 12-વે એડજસ્ટેબલ ડ્રાઇવિંગ સીટ, 4.3નો ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, ક્લાઇમેટ કંટ્રોલ, રિમોટ કીલેસ એન્ટ્રી, 7 ઇંચની વર્ટિકલ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, IOT સક્ષમ ચાલુ મોનિટરિંગ સિસ્ટમ, 4જી કનેક્ટિવિટી, વોઇસ કંટ્રોલ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Storm R3ની બેટરી: Strom R3માં કંપનીએ 13 kWની ઉચ્ચ ક્ષમતાવાળી મોટરનો ઉપયોગ કર્યો છે, જે 48 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેની સાથે એક ઝડપી ચાર્જર પણ છે, જેની મદદથી આ કારની બેટરી ફક્ત 2 કલાકમાં 80 ટકા સુધી ચાર્જ થઈ જશે. આ કારને સંપૂર્ણ ચાર્જ કરવામાં લગભગ 3 કલાકનો સમય લાગશે. આને સામાન્ય 15 એમ્પીયર ડોમેસ્ટિક સોકેટ સાથે પણ ચાર્જ કરી શકાય છે.

Storm R3 ઇલેક્ટ્રિક કાર સામાન્ય કાર કરતા 400% વધુ કાર્યક્ષમતા પ્રદાન કરે છે. કંપનીનો દાવો છે કે નિયમિત કારની તુલનામાં તેનું મેઇન્ટેનન્સ 80% ઓછું થાય છે. 3 વર્ષ ડ્રાઇવિંગ કર્યા પછી, તમે આ કારમાંથી 3 લાખ રૂપિયા સુધીની બચત કરશો. કંપની આ કારને 4.5 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમતે બજારમાં લોન્ચ કરી શકે છે, જે તેને દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક વાહન બનાવે છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!