ડીસા નજીકથી એલ.સી.બી. પોલીસે દારૂ સાથે કાર ઝડપી પાડી : કાર ચાલક ફરાર

- Advertisement -
Share

પોલીસે કુલ રૂ. 5,42,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે મંગળવારે ડીસા નજીકથી ફરી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. પોલીસે દારૂ અને કાર સહીત રૂ. 5,42,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે કાર ચાલકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પોલીસની ટીમે મંગળવારે ડીસા-ધાનેરા રોડ પરથી ફરી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.

 

જીલ્લા એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ધાનેરાથી ડીસા તરફ દારૂ ભરેલી કાર નં. GJ-01-HW-6947 આવી રહી હોવાની બાતમી મળતાં જ ટેટોડા નજીક વોચ ગોઠવી હતી.

 

તે દરમિયાન એક શંકાસ્પદ કાર આવી રહેલી જણાતાં તેને થોભાવી તલાશી લીધી હતી અને કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કાર ચાલક માંગીલાલ વિશ્નોઇની અટકાયત કરી હતી.
જ્યારે દારૂના જથ્થા સાથે કુલ રૂ. 5,42,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસે કાર ચાલક સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!