એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : એસ.ટી.નો આસીસ્ટન્ટ ઇન્સ્પેક્ટર લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

- Advertisement -
Share

એસ.ટી.ના કંડકટર પાસે આસીસ્ટન્ટ ઇન્સ્પેક્ટરે રજા મંજૂર કરવા માટે રૂ. 200 ની લાંચ માંગી હતી

 

વલસાડ જીલ્લાના ધરમપુર એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા એક કંડકટરના ઘરે ધાર્મિક વિધી હોવાથી 2 દિવસની રજા માંગી હતી. એસ.ટી.ના કંડકટર પાસે આસીસ્ટન્ટ ઇન્સ્પેક્ટરે રજા મંજૂર કરવા માટે રૂ. 200 ની લાંચ માંગી હતી.

અરજદાર લાંચ આપવા માંગતો ન હોવાથી એ.સી.બી.ની હેલ્પલાઇન ઉપર સંપર્ક કરી આસીસ્ટન્ટ ટ્રાફીક ઇન્સ્પેક્ટર સામે ફરિયાદ કરી હતી.
જે ફરિયાદ વલસાડ એ.સી.બી. પાસે આવતાં વલસાડ એ.સી.બી.ની ટીમે છટકું ગોઠવી આસીસ્ટન્ટ ટ્રાફીક ઇન્સ્પેક્ટરને રૂ 200 ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયો હતો.

આ અંગેની વિગત એવી છે કે, વલસાડ જીલ્લાના ધરમપુર એસ.ટી. ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા હોય અને તેઓના ઘરે ધાર્મિક વિધી હોવાથી 2 દિવસની રજા લેવાની હોય જે અંગે ફરિયાદી આરોપીને
રૂબરૂમાં મળતાં આરોપીએ ફરિયાદી પાસે રજા મંજૂર કરાવી આપવા રૂ. 200 ની લાંચની માંગણી કરી હતી અને ફરિયાદીને કહ્યું હતું કે, ‘રજા અરજીનું ફોર્મ ભરીને લઇને આવો ત્યારે વ્યવહારના રૂ. 200 લેતાં આવજો.’
જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ એ.સી.બી. નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે બુધવારે લાંચના છટકાનું આયોજન કરતાં આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી
વાતચીત કરી રૂ. 200 ની લાંચની માંગણી કરી, સ્વીકારી સ્થળ ઉપર રંગેહાથ ઝડપાઇ ગયો હતો. વલસાડ એ.સી.બી. ની ટીમે આરોપી આસીસ્ટન્ટ ટ્રાફીક ઇન્સ્પેક્ટર રામેશકુમાર રાવતની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!